શંખનાદ સંચાલક મિલન કુવાડિયાની તરફેણમાં આવેદનોનો સિલસિલો યથાવત
સંસ્થાઓ બાદ વ્યક્તિગત આવેદન આપવાના શરૂ થયા
હરેશ પવાર - બ્રિજેશ ગૌસ્વામી
શંખનાદ સંચાલક ઉપર પરપ્રાંતીય લોકોને તેમના વતન તરફ લઈ જવાની પ્રક્રિયા શરૂ કરવાના એક મેસેજને સોશ્યલ મીડિયામાં મેસેજ મુકાયા બાદ તેમના ઉપર પોલીસ ફરિયાદ થઈ હતી જેને લઈને વિશાળ જનવર્ગ દ્વારા પોલીસ ફરિયાદ પાછી લેવા માટે આવેદનોનો ધોધ વહાવી દેવામાં આવ્યો હતો. આજે સંસ્થાઓ બાદ વ્યક્તિગત રીતે પણ આવેદન આપવાના શરૂ થયા છે. સિહોરના ઓમકાર એંપોરિયમ કાપડના વેપારી દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું હતું .
સાથે જ કુમારભાઈ ચાવડા દ્વારા પણ મિલન કુવાડિયાની તરફેણમાં સિહોર નાયબ કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.અહીંના સ્થાનિક લોકોની શંખનાદ ચેનલ અને સંચાલક મિલન કુવાડિયાની લોકચાહના લોકડાઉન હોવા છતાં દેખાઈ રહી છે. કોઈ ન્યૂઝ ચેનલ માટે આવડી મોટી લોકચાહના ભાવનગર જિલ્લામાં પહેલી વાર જોવા મળી છે. આ આવેદનના દ્રશ્ય શંખનાદ ચેનલ માલિક મિલન કુવાડિયાની કર્તવ્યનિષ્ઠતા અને શંખનાદ ચેનલની સત્યની તસ્વીર દેખાડી રહી છે.

No comments: