test
જિલ્લામાં તરબૂચનું વાવેતર કરનાર ખેડૂતોને લાલ પાણીએ રોવાનો વારો આવ્યો: લોકડાઉનમાં ખરીદાર ન મળતા ખેડૂતોની હાલત કફોડી

દેવરાજ બુધેલીયા
કોરોનાનું સંક્રમણ વધુ ન પ્રસરે તે માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. જેના પગલે લોકડાઉનનો ચુસ્ત પણે અમલ થઈ રહ્યો છે. જેના કારણે તમામ વ્યાપાર ધંધા વાહનવ્યવહાર બંધ છે ત્યારે એની અસર ખેડૂતો પર પણ જોવા મળી છે. ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલ તરબૂચને ખરીદાર ન મળતા હોવાના કારણે ખેતરમાં જ પડી રહ્યા હોવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશ લોકડાઉન છે. દેશના તમામ રાજ્યો સંપૂર્ણ પણે લોકડાઉન છે. તમામ વેપાર ઉદ્યોગ વાહનવ્યવહાર પણ સંપૂર્ણ પણે બંધ હાલતમાં છે. એક તરફ ખેડૂતે મહામહેનતે પકવેલ મોલ તૈયાર થવાની અણી પર હતું અને એકાએક લોકડાઉન થયું ત્યારે જે ફળની ઉપજ છે ત્યારે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સિહોર સાથે તળાજા અને જેસર પંથકમાં ઉનાળુ ખેતીમાં તડબૂચનું વાવેતર ખેડૂતોએ કર્યું છે તડબૂચની ખેતી ૭૦ દિવસની હોય છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી સારી માવજત કરીને ખૂબ સારા પ્રમાણમાં તરબૂચનો ઉતારો પણ આવે છે ત્યારે સામાન્ય રીતે સીઝનમાં ૧૫ થી ૧૮ રૂપિયે આજુબાજુ કિલો તરબૂચ વેચાય છે. પરંતુ આ વર્ષે તરબૂચના પાકને જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તરબૂચનો પાક ખેતરમાં જ પડી રહ્યો છે. હાલની સ્થિતિમાં ખેડૂતો ખેતર પાસે જ માંડવાઓ નાખીને ફક્ત ૧૦ રૂપીયે કિલો એટલે કે ૨૦૦ રૂપિયે મણ તરબૂચ વેચવા ખેડૂત મજબૂર બન્યા છે. જેના કારણે હાલ ખેડૂતની હાલત કફોડી બની છે ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.
Reviewed by ShankhnadNews on 20:47 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.