કોરોના વોરિયર્સ તરીકે પડદા પાછળ પણ અનેક સરકારી વિભાગમાં કર્મચારીઓ ફરજ નિભાવી રહ્યા છે
સિહોરમાં તિજોરી કચેરીમાં પણ કર્મચારીઓ અડગ ફરજ નિભાવી નાણાકીય વહીવટ અટકવા નથી દેતા
હરેશ પવાર
કોરોના સંક્રમણમાં દેશના તમામ લોકો કોઈ ને કોઈ રીતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જેમાં અમુક કર્મચારીઓ લોકોના સીધા નજરમાં આવે છે. જ્યારે સરકારના અમુક વિભાગો કે જે હાલ કોરોના વાયરસમાં પણ કામ કરી રહ્યા છે પરંતુ એમનું કામ પડદા પાછળનું હોય એટલે આપણે જોઈ નથી શકતા. આવજ સરકાર ની તેજોરી વિભાગ છે જેમાંથી સરકારી કર્મચારી ના પગાર, પેંશન, ચૂકવણીના બિલો સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે.
સરકારમાં તેજોરી કચેરી પણ આવશ્યક સેવામાં આવે છે. કોઈપણ કુદરતી હોનારત માં પણ આ કચેરીના કર્મચારીઓ પોતાની ફરજ અડગ થઈને નિભાવી રહ્યા છે. સિહોરમાં પણ આવેલી તિજોરી કચેરીના કર્મચારીઓ આવા મહામારીના સમયમાં પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.સરકારી કચેરીના કર્મચારીઓ ના પગાર આવા જરૂરિયાત સમયમાં અટકે નહિ તે માટે તેજોરી કચેરીના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી કોરોના વોરિયર્સ તરીકે કામ કરીને કોરોના સામેની લડાઈમાં પોતાનું યોગદાન દઈ રહ્યા છે.

No comments: