test
લોકડાઉન કેટલાંક બંધાણીઓને ફળ્યું, મને-કમને વ્યસન મુકિત તરફ વળ્યા.!

કોરોનાનાં નકારાત્મતાના માહોલ વચ્ચે હકારાત્મક અસરો પણ જોવા મળી, મનોચિકિત્સક પાસે જઈને દવાઓનો ડોઝ લઈને બંધાણની બેડીઓ હટાવવા જનારાની સતત વધતી સંખ્યા

દેવરાજ બુધેલીયા
કોરોના સંકટમાં ચારેબાજુથી નેગેટીવ અહેવાલો જ આવી રહયા છે લોકોના માનસ પર સતત કોરોનાનાં કહેરની વિપરીત અસર થઈ રહી હોવાની ખૂબ ચર્ચા છે ત્યારે એક એવો પણ વર્ગ છે કે તેને લોકડાઉન ફળ્યુ છે. ગુટખા , તમાકુ અને બીડીનાં બંધાણીઓ વ્યસન મુકિત તરફ વળી રહયા છે. લોકડાઉનથી કોરોનાને તો દૂર રાખવાની સાથે એવા અનેક બંધાણીઓ છે જેઓ છેલ્લા કેટલાક દિવસોથી વ્યસનથી દૂર રહેવાની કોશિશ કરી રહયા છે.લોકડાઉન લાંબુ ચાલતા તેમણે ધીરે ધીરે વ્યસન મુકિત તરફ વળવાનુ નકકી કર્યુ છે. આવા લોકો  મનોચિકિત્સક તબીબોનો સંપર્ક કરી રહયા છે. મોટાભાગનાં હાલની  સ્થિતિમાં બંધાણ છોડવા માટે દવાઓ લઈ રહયા છે. લોકડાઉનનાં શરુઆતના તબકકામાં ગમે તેમ કરીને આવી ચીજો મેળવી લેતા હતા પણ લોકડાઉનનો કડક અમલ શરુ થતા મુશ્કેલીઓ ઉભી થવા લાગી છે લોકડાઉનનનાં ચાલીસ દિવસ કાઢી નાખ્યા પણ હવે મનથી જ વ્યસન છોડવા તૈયાર થઈ ગયા છે. દવાના ડોઝ શરુ કરવામાં આવ્યા બાદ વ્યસનની તલપ ધીરે ધીરે ઓછી થતી જાય છે. શરીરને નુકશાન થતુ અટકી રહયુ છે અને વ્યસન પાછળ ખર્ચાતી રકમ પણ બચે છે. વર્ષોના બંધાણીઓએ પણ લોકડાઉનમાં વ્યસન છોડયુ છે. મન મકકમ હોય તો વ્યસન છુટી શકે છે અને આ સમય આવુ વિચારનારા માટે ઉતમ છે. 
Reviewed by ShankhnadNews on 20:39 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.