test
પરપ્રાંતિયોની હ્રદય વલોવી મૂકે તેવી વ્યથા ગમે તે રીતે વતનમાં જવું છે મરશું તો વતનની માટી તો નસીબ થશે

અલંગ અને આસપાસના વિસ્તારોમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય પોહચ્યા, પરપ્રાંતિયોને કરી મદદ

દેવરાજ બુધેલીયા
લોકડાઉન લંબાતા પરપ્રાંતિય અને શ્રમિકની હાલત દયાજનક બની છે રોજીરોટી વગર રઝળી પડ્યા છે કોરોનાથી નહિ પણ શ્રમિકોને પેટની ભૂખ મારી નાખશે તેવી હૃદયદ્રાવક સ્થિતિનું નિર્માણ થયું છે નોકરીઓ ગુમાવી છે..પૈસા ખૂટયા છે..બે ટંક ખાવાના સાંસા પડી રહ્યા છે અને બીજી તરફ અને શ્રમિકોએ હજારો કિલોમીટર પગપાળા જવા માટે વતનની વાટ પકડી લીધી છે ભર તડકે તૂટેલી ચપ્પલો ખંભે બેગ અને છોકરાઓ સાથે કેટલાક શ્રમજીવી પરિવારો પગપાળા જવા નીકળ્યા છે અને એક તરફ શ્રમિકોને વતન જવા રાજકારણ શરૂ થયું છે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીજીએ કહ્યું કે જે પણ પરપ્રાંતિય અને શ્રમિક લોકોને વતન જવું હશે તેનો સંપૂર્ણ ખર્ચ કોંગ્રેસ પક્ષ ઉઠાવશે હાલાકી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષાના નિવેદનના ચાર પાંચ દિવસ સુધી જિલ્લાના સ્થાનીક શહેરમાં કોઈ નેતાકે કાર્યકર પરપ્રાંતિયોની મદદ માટે પોહચ્યા ન હતા જોકે ગઈકાલે શનિવારના રોજ ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિત આગેવાન અગ્રણીઓ અલંગ અને આસપાસના વિસ્તારોમાં પરપ્રાંતિયો અને શ્રમિકની લોકોની મદદ માટે પોહચ્યા હતા સરકાર દ્વારા સ્વ ખર્ચે જવા માટે ટ્રેનો શરૂ કરવામાં આવી છે કેટલાક શ્રમજીવીઓને લોકડાઉન પૂરું થવા આવ્યું છે ત્યારે વતનમાં જવાનું કારણ શું? આટલા દિવસ રોકાયા તો થોડા દિવસ રોકાઇ જવામાં વાંધો શું છે ?તમોને ખબર છે તમે ક્યારે પહોંચશો?તેવા સવાલો કર્યા હતા.જેની સામે શ્રમજીવીઓએ જે જવાબ આપ્યા છે તે હૃદય વલોવી મુકે તેવો છે. શ્રમજીવીઓ કહે છે કે,હજી કેટલા દિવસો લોકડાઉન લંબાશે તે ખબર નથી..જો મરવાનો વખત આવશે તો વતનની માટી તો નશીબ થશે.અમે ક્યારે પહોંચીશું તેની અમોને કાંઇ જ ખબર નથી.
Reviewed by ShankhnadNews on 20:03 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.