test
સિહોરમાં કોરોના દર્દી જાહેર થતા તંત્ર અને નગરમાં ઉચાટ, હેલ્થ કચેરીની સઘન કામગીરી ૭૧ સેમ્પલો લીધા તેમાંથી ૧ પોઝિટિવ દર્દી મળ્યો

હરેશ પવાર
સિહોરમાં કોરોના દર્દી જાહેર થતા તંત્ર અને નગરમાં ઉચાટ વ્યાપ્યો છે. આથી સમગ્ર વિસ્તાર અને તાલુકા પંથકમાં તકેદારી વધી જવા પામી છે. સિહોરમાં કોરોના દર્દી અંગે માહિતી મળતા જ જિલ્લા વહીવટી તંત્રના સંપર્કો સાથે જ અહીંના આ દર્દી અલ્ફાઝ હનીફભાઈ દસાડિયાના રહેઠાણ જલુંના ચોક વિસ્તારને કબ્જે લેવાયો છે.   પ્રાંત અધિકારી શ્રી રાજેશ ચૌહાણ, મામલતદાર શ્રી નીનામા, નગરપાલિકા અધિકારી શ્રી બરાળ, પોલીસ અધિકારી શ્રી ગોહિલ તથા આરોગ્ય તંત્ર દ્વારા રાત્રીના ૧૨.૩૦ કલાકે આ દર્દીને ભાવનગર ખાતે સર.ટી.હોસ્પિટલ  દાખલ કરાવવામાં આવેલ છે. આ સાથેના અન્ય ૭ લોકોને કોરોન્ટાઈન કરાયા હતા અને હાલ પણ વિસ્તારમાં આરોગ્ય ટીમની સઘન ચકાસણી ચાલુ છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવતા આ રોગ સામે એક એક ગામ ફફડી રહેલ છે,

તંત્ર સતત મથી રહેલ છે ત્યારે આ વ્યક્તિને કોરોના પોઝિટિવએ જાહેર થતા સિહોરના આરોગ્ય અધિકારી તબીબ શ્રી મનસ્વિની માલવિયા અને સાથી તબીબ કર્મચારીઓ ખુબ જ ગંભીરતા અને જવાબદારી સાથે દવાખાના અને આ વિસ્તારની સંબંધિત કામગીરીમાં રોકાયેલા રહ્યા અને સતત જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહી આ દર્દી તેમજ દર્દીના સંપર્કના વિસ્તારોમાં તકેદારી માટે પગલાં ભરી રહ્યા છે. સિહોર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા તેમની નીચેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા, મઢડા, સોનગઢ, સણોસરા, ઉસરડના તમામ આરોગ્ય કર્મચેરી  ઉપરાંત આશા, ફેસી-આશા બહેનો દ્વારા દૈનીક તપાસ કરવામાં આવે છે.
 તેમજ તેમાંથી શંકાસ્પદ લોકોને તબીબી અધિકારી દ્વારા તપાસ કરીને ભાવનગરથી આ બીમારી સંબંધી તાલીમ મેળવેલા તબીબો શ્રી વિજયભાઈ કામલિયા, શ્રી સંજયભાઈ ખીમાણી, શ્રી રૂપલબેન વૈષ્ણવ, શ્રી મહેશભાઈ પડાયા,  શ્રી દર્શનભાઈ પટેલ, શ્રી અનિલભાઈ ચૌહાણ, શ્રી આશેયાનાબેન હુનાની, શ્રી રિનાલીબેન  બાલધિયા, શ્રી આરતીબેન બસિ, શ્રી લુબ્નાબેન ખોખર, શ્રી અનિતાબેન ચૌહાણ, શ્રી વિક્રમભાઈ રાઠોડ, શ્રી જીગ્નેશભાઈ વાટવેસા, શ્રી હિંમતભાઈ વાજા, શ્રી દેવજીભાઈ મકવાણા, જિલ્લાના અધિકારી શ્રી વ્યાસ વગેરેનો કાફલો રાત્રી દરમિયાન જ કામે લાગી ગયેલ છે. તાલુકા આરોગ્ય નિરીક્ષક દ્વારા ગ્રામ્ય વિસ્તારો માટે પણ સઘન તાપસ હાથ ધરાઈ છે.
Reviewed by ShankhnadNews on 20:17 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.