test
અવરજવર માટે આંતરિક રોડનો ઉપયોગ કરનારને પોલીસની વિનંતી, ઘરમાં રહો અને સલામત રહો - કે.ડી.ગોહિલ

અન્યથા તમારી સલામતી માટે પોલીસે કડક કાયદો બતાવવો પડે તે યોગ્ય નહિ ગણાશેઃ ઘણા સમજ્યા પણ કેટલાક હજુ સુધરવા માંગતા નથી

સિહોરના મુખ્ય અને મેઇન રોડ પર પોલીસની સખ્તાઇ બાદ અવર જવર માટે લોકોએ આંતરિક રોડનો ઉપયોગ શરૂ કરતા પોલીસે હવે આંતરિક રોડ ઉપર પણ પેટ્રોલીંગ શરૂ કર્યુ છે અને લોકોને વિનંતી કરી રહી છે કે તમારી સલામતી માટે ઘરમાં રહો અન્યથા પોલીસે કાયદો બતાવવો પડશે.
લોક્ડાઉન અંતર્ગત જીવનજરૂરી ચીજવસ્તુ અને આવશ્યક સેવા સાથે સંકળાયેલાને મુક્તિ આપવામાં આવી હોવાથી આ બાબતનો લાભ લઇ કેટલાક લોકો વ્યાજબી કારણ વિના કામના બ્હાને પગપાળા અથવા તો પોતાના વાહનો લઇ ઘરની બહાર લટાર મારવા નીકળી પડતા હતા. તેમની સામે દંડાત્મક કાર્યવાહી છતા લોકો ગંભીર નહી બનતા વાહનો જપ્ત કરી માથાકૂટ કરનારાઓની ધરપકડ શરૂ કરી છે. પરંતુ હમ નહિ સુધરેગે આ વાકયને સાર્થક કરતા શહેરના કેટલાક ચૌક્કસ વિસ્તારના લોકોએ અવર જવર માટે મેઇન રોડને બદલે આંતરિક રોડનો ઉપયોગ શરૂ કર્યો હતો. જેથી પોલીસે હવે આંતરિક રોડ ઉપર પણ પેટ્રોલીંગ વધાર્યુ છે. આંતરિક રસ્તા પર અવરજવર કરનારને અટકાવી પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે મ્હેરબાની કરી ને ઘરમાં રહો અને સલામત રહો. જો તમારી સલામતી માટે તમે ઘરમાં નહિ રહેશો તો પોલીસે ના છુટકે તમારી સલામતી માટે કાયદો બતાવવો પડશે તે યોગ્ય નથી. પોલીસની વિનંતીનું કેટલાક લોકોએ માન રાખ્યું છે પરંતુ હજી પણ કેટલાક લોકો હમ નહિ સુધરેગેની જેમ લટાર મારતા નજરે પડી રહ્યા છે.
Reviewed by ShankhnadNews on 19:43 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.