test
સિહોરના પીવાના પાણીના ટાકાનો વિવાદ શમવાનું નામ લેતો નથી, ટાકામાં આજે માછલીઓ મરવા માંડી

મરેલું પશુ મળી આવેલ પાણીના ટાકામાં આજે માછલીઓ મરતા તંત્રમાં દોડધામ મચી, 

મિલન કુવાડિયા
સિહોરના પીવાના પાણીના ટાકાનો સળગતો વિવાદ શાંત પડવાનું નામ જ નથી લઈ રહ્યો હોય તેવું લાવી રહ્યું છે. એક બાદ એક ઘટનાઓ પાણીના ટાકાની સામે આવી રહી છે જેને લઈને પાલિકા તંત્રની દિવસ રાતની ઊંઘ બગડી ગઈ છે. થોડા દિવસ પહેલા ગૌતમેશ્વર રોડ ઉપર આવેલ પીવાના પાણીના ટાકામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગેરઇરાદે મરેલું પશુ ટાકામાં નાખીને સિહોરની પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કર્યા હતા. જેને લઈને મોડે મોડેથી જાગેલું તંત્ર દોડતું થઈ ગયું હતું અને ઘટનાની કડીઓ મેળવવામાં લાગી ગયું હતું. ત્યારે આજે એ જ પાણીના ટાકામાં માછલીઓ મરવાની ઘટના બહાર આવી છે જેની જાણ તંત્રને થતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

મરેલા પશુના ટાકામાં પડ્યા બાદ થોડા દિવસમાં ટાકામાં રહેતી માછલીઓ મરી રહી છે તો આ પાણી જો પ્રજાને આપવામાં આવશે તો કેટલું ભયાનક રોગચાળા નું દ્રશ્ય સિહોરમાં સર્જાશે તેની કલ્પના માત્રથી હૃદય કંપી ઉઠશે. પીવાના આ પાણીના ટાકાના પાણીના રિપોર્ટ કરાવીને બનતું તમામ પગલાંઓ પાલિકાએ લેવા જ પડશે તેવું હાલની ઘટના જોતા લાવી રહ્યું છે. જો નગરપાલિકા તંત્ર ભવિષ્યમાં આવો લોલમલોલ વહીવટ શરૂ રહેશે તો ભવિષ્યમાં સિહોરની પ્રજાએ મોટી મુસીબતો નો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
Reviewed by ShankhnadNews on 20:08 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.