ઘર સે નીકલતે હી, કુછ દૂર ચલતે હી...લોકડાઉનનો ભંગ કરનારા વધુ ૫ ને પોલીસે દબોચી લીધાઃ જોખમી ન બનો, ડર-શરમ રાખો
દેવરાજ બુધેલીયા
વૈશ્વીક મહામારી કોરોનાને કારણે ભારત દેશમાં એકવીસ દિવસનું લોકડાઉન છે. સિહોરમાં લોકડાઉનનું આકરૂ પાલન કરાવવા પોલીસ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરી રહી છે અને બંદોબસ્ત જાળવી રહી છે. બહાર નીકળવાથી કોરોનાનું સંક્રમણ વધી જાય છે અને એકને ચેપ લાગે તો તેના દ્વારા ખુબ ઝડપથી બીજા લોકો પણ ચેપી થઇ જાય છે...આ વાત હવે લગભગ બધા જાણતાં થઇ ગયા છે. આમ છતાં અમુક લોકો આ ગંભીર બાબતને પણ જાણે મજાક સમજતાં હોય એ રીતે કોઇપણ જાતના ડર કે શરમ વગર વાહનો લઇને કે પછી પગપાળા નીકળી પડી જોખમી બને છે. પોલીસ રોજબરોજ આવા લોકોને પકડે છે અને ગુના નોંધી ધરપકડ કરી વાહનો પણ જપ્ત કરે છે. સતત આ કામગીરી થઇ રહી છે ત્યારે સિહોર પોલીસ વધુ ૫ શખ્સોને લોકડાઉનના ભંગ બદલ પકડી લેવામાં આવ્યા છે. અને ૩ બાઇકો ડિટેયન કરાયા હતા લોકો જાણે છે કે (કારણ વગર) ઘર સે નિકલતે હી, કુછ દૂર ચલતે હી...પકડાઇ જઇશું છતાં આવું કરે છે.

Reviewed by ShankhnadNews
on
20:26
Rating:

No comments: