test
ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે જીથરી ટી.બી.હોસ્પિટલનું નામ 

એક સમયનો અસહ્ય ટી.બી રોગ અહીંના વાતાવરણ અને સારવાર થી નાબૂદ થઈ જતો 

મિલન કુવાડિયા
કોરોના પોઝિટિવ કેસો વધે તો જિલ્લામાં સૌથી મોટી હોસ્પિટલ જીથરીમાં ઉભી કરી શકાય

સિહોર ના અમરગઢ એટલે જીથરી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ હતું આ ગામ. જ્યારે ટી.બી ના રોગોએ ભરડો લેવાનું શરૂ કર્યું હતું ત્યારે અહીં કુદરતી વાતાવરણ ની અનુકૂળતા જોઈને તળાજાના સેવાભાવીઓ દ્વારા ખુશાલદાસ જે.મહેતા ટી.બી હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા એક વિશાળ હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી હતી. ભાવનગર માં મહારાજા સાહેબ દ્વારા આ જગ્યાને સેવાહેતું માટે ફાળવામાં આવી હતી તેવી વાત સૂત્રો પાસેથી મળી છે. અહીં કુદરતી વાતાવરણ અને સારવાર દ્વારા ટી.બી.ના રોગને જડમૂળથી કાઢવામાં આવતો જેના લીધે આ હોસ્પિટલ વિશ્વમાં નામના મેળવી હતી. હવે દેશમાં અને રાજ્યમાં કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે ત્યારે પ્રશાસન પ્રિ પ્લાનિંગ માં તાત્કાલિક ઉભી થઇ શકે તેવા લોકેશન ઉપર બેડો તૈયાર કરીને હોસ્પિટલ ઉભી કરી રહી છે. ભાવનગરમાં પણ કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે આ ટી.બી હોસ્પિટલ ની મુલાકાત લઈને અહીંની સ્થળ તપાસ કરીને ઝીણવટ ભરી માહિતીઓ ભેગી કરી હતી. અહીં જો કોરોના પોઝિટિવ દર્દીઓ માટે હોસ્પિટલ કાર્યરત કરવામાં આવે તો અહીંનું કુદરતી વાતાવરણ જોતા એવું લાગે કે અહીં કોરોના દર્દીઓને ઝડપી સાજા કરવામાં અહીંનું વાતાવરણ પણ ભાગ ભજવી શકે તેમ છે. બીજું જોઈએ તો અહીં વીશાળ કેમ્સ છે જેમાં આઇસોલેશન વોર્ડ અને ક્વોરન્ટાઇન વોર્ડ પણ ઉભા કરી શકાય તેવી બિલ્ડીંગ ઉભી છે. ત્યારે તંત્ર દ્વારા આગામી સમયમાં જરૂર પડે તો કોરોના માટેની વિશાળ હોસ્પિટલ અહીં કાર્યરત થઈ શકે તેવી સંભાવના છે અને બીજું મહત્વનું એ કે અહીં ફક્ત કોરોના ના દર્દીઓ જ સારવાર માટે રાખી શકાય તેમ છે જેથી અન્ય દર્દીઓને સંક્રમણ નો ભય પણ ના રહે.
Reviewed by ShankhnadNews on 19:46 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.