test
સિહોરમાં વોર્ડ નં ૫ની સોસાયટીમાં પીવાના પાણીમાં ગટર ભળી, રજુઆત માટે ટોળું ઘસી ગયું

ચીફઓફિસર બરાડ સાથે સીધી વાત, તેમણે કહ્યું પાણી પાંચ દિવસ પહેલા વિતરણ થયેલું છે..રજુઆત આજે કેમ થઈ..તે મોટો સવાલ છે

હરેશ પવાર
સિહોર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ ૫ શિવશક્તિ, વૃંદાવન સોસાયટી, પુનિત નગર, શ્રીજી નગરમાં સહિતની સોસાયટીઓમાં પીવાના પાણીમાં ગટર ભળી જવાથી દહેશત ઉભી થઇ છે જોકે આ મામલે ચીફ ઓફિસર સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે અહીંની સોસાયટીમાં પાંચેક દિવસ પહેલા પાણી વિતરણ થયેલું છે પરંતુ રજુઆત આજે કેમ કરવા આવ્યા..તે મોટો સવાલ ઉભો કરે છે જોકે સમગ્ર મામલો પાલિકા તંત્ર સુધી પોહચ્યો છે એક તરફ કોરોનાનો કાળ.. કપરો સમય.. લોકોમાં ફફડાટ અને દહેશત વચ્ચે પાણી વિતરણમાં ગટર ભળી જવાની વાતને લઈ ભારે ચકચાર મચી છે સિહોર નગરપાલિકામાં કરોડો રૃપિયાની ગ્રાંટ આવતી હોય પરંતુ અંધેર વહીવટના લીધે ગ્રાંટનો ઉપયોગ ચોક્કસ દિશામાં થતો ન હોય ત્યારે સિહોરની આમ જનતા સ્થાનિક પ્રશ્નોને લઇને પીસાઇ રહી છે કરોડો રૃપિયા જેવી રકમ સિહોરની સમગ્ર પાણીની પાઇપ લાઇન બદલી લોકોને પ્રેશરથી અને ફિલ્ડર ચોખ્ખું પાણી મળી શકે તેવા આશયથી નાખવામાં આવી હતી પરંતુ અણધણ વહીવટ નો એક નમૂનો ફરી સામે આવ્યો છે સિહોરના વોર્ડ ૫ ની કેટલીક સોસાયટીઓ અને વિસ્તારમાં થોડા સમયથી પાણી પીવાના પાણીમાં સાથે ગટર ભળી જતા કોરોના કાળમાં રોગચાળાની એક મોટી દહેશત ઉભી થઇ છે. વિતરણ થતું પાણી ડહોળુ અને ગંદુ આવે છે. આ પાણી પીવાલાયક નથી. પીવાના પાણીની લાઈનમાં ગટરના પાણી ભળી ગયા છે. આ પરિસ્થિતી છેલ્લા થોડા દિવસથી છે. પાણીમાં રીતસરની ગંધ આવે છે. એક તરફથી ભર ઉનાળામાં પીવાના પાણીની અછત છે. કોરોનાનો કપરો કાળ છે ત્યારે અહીંના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રજુઆત માટે દોડી ગયા હતા પ્રશ્નનુ વહેલીતકે નિરાકરણ લાવવા માંગ કરી હતી. કોઈની જીંદગી જોખમમા મુકાઈ એ પહેલાં આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે જોકે ચીફઓફિસર બરાડ સાથે થયેલ વાતચીત પણ કેટલાક સવાલો ઉભા કરે છે
Reviewed by ShankhnadNews on 20:12 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.