test
સિહોરમાં પરશુરામ જયંતિની ભાવભેર ઉજવણી : ઘરે ઘરે પૂજન અર્ચન અને મંત્રોચ્ચારનો ગુંજારવ 

કોરોના મહામારીમાંથી ઉગારવા થઇ પ્રાર્થના, મોડી સાંજે તમામ ભુદેવોના નિવાસસ્થાનોની અગાસી અને બાલ્કની દિવડાઓથી ઝગમગાટ

હરેશ પવાર
આજે જગતના આરાધ્ય દેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પૂ. પરશુરામજીની જન્મ જયંતિની સિહોર ખાતે ભાવભેર ઉજવણી થઇ હતી. હાલ લોકડાઉનની પરિસ્થિતી ધ્યાને લઇ મેળાવડાના ભીડભાડવાળા ઉત્સવી કાર્યક્રમોને બંધ રાખી ભુદેવો અને પરશુરામ ભકતોએ ઘરે ઘરે પૂજન અર્ચન અને આરતીના કાર્યક્રમો કર્યા હતા. આજે સિહોર સહિત તાલુકા ભરમાં ભુદેવો દ્વારા સોશ્યલ ડીસ્ટન્સના નિયમોને અનુસરીને ઘરે ઘરે ભાવથી તેમનું પૂજન કરવામાં આવ્યુ હતુ. આરતી, પ્રાર્થના અને યજ્ઞ કરવામાં આવ્યો હતો. વર્તમાન કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીમાંથી ભગવાન પરશુરામ સૌને ઉગારે તેવી પ્રાર્થનાઓ થઇ હતી. વિશ્વ કલ્યાણનો ભાવ વ્યકત કરાયો હતો. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા હાલ કોરોના સામે જે લડાઇ ચાલી રહી છે તેમાં તેમને સફળતા પ્રાપ્ત થાય તેવી કામના કરવામાં આવી હતી. ભગવાન તેમને દિવ્ય શકિત પ્રદાન કરે તેવા આશીર્વાદ ભુદેવોએ વરસાવ્યા હતા. દિવસભર પૂજન અર્ચન અને આરતીના કાર્યક્રમો તેમજ સાંજે તમામ ભૂદેવોના ઘરની બાલ્કની કે અગાસીમાં દીવડા પ્રગટાવવા અને ઘંટારવ કરવા પણ સંકલ્પો જાહેર કરાયા છે. વિશ્વમાં અને દેશમાં વધી રહેલા કોરોના વાયરસના નાશ કરી દેશમાં અને વિશ્વમાં શાંતિ માટે ભગવાન પરશુરામના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.
Reviewed by ShankhnadNews on 16:24 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.