સિહોર સણોસરાના પાંચતલાવડા બાયોગેસ પ્લાન્ટમાં ગાડી બાબતે ધબધબાટી બોલી
ધોકા અને પાઇપ વડે હુમલો કરાયો- ૭ ને નાની મોટી ઇજા, બન્ને સામ-સામે પોલીસ ફરિયાદની તજવીજ
હરેશ પવાર - યાસીન ગુંદીગરા
સિંહોરના સણોસરા પાસે આવેલ પાંચતલાવડા ગામે આવેલ બાયોગેસ પ્લાન્ટમાં આજે સવારે ગાડી બાબતે ઝગડો થતા બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ આજે સવારના સમયે બાયોગેસ પ્લાન્ટમાં વાહન કોન્ટ્રાક્ટર બાબતે બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ જતા ધોકા અને પાઇપ વડે ઘા ઝીકવામાં આવ્યા હતા. અહીં મારામારી માં સામસામે ૭ લોકોને નાની ઇજા પહોંચી હતી.
અહીં મારામારીમાં એક જૂથના ભલાભાઈ અરજણભાઈ ચાવડા ઉ.વ.૩૫,સાદુરભાઈ વાસુરભાઈ ચાવડા ઉ.વ ૫૫, ખોડાભાઈ વાસુરભાઈ ચાવડા ઉ.વ ૬૦, દનાભાઈ હમીરભાઈ હૂંબલ, જનક વાસિંગભાઈ હૂંબલ, વિપુલ મેરાભાઈ હૂંબલ અને ભાવેશ મેઘજી હૂંબલ ને સામાન્યથી ભારે ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય બીજા જૂથમાં દાનાભાઈ હૂંબલ, જનકભાઈ હૂંબલ, વિપુલભાઈ હૂંબલ, ભાવેશ હૂંબલ સહિતના ચાર લોકોને નાની મોટી ઇજા થઇ છે જેઓને સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાના જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી બનાવને લઈ બન્ને જૂથ વચ્ચે સામસામી ફરિયાદ થતી હોવાનું જાણવા મળ્યું છે

Reviewed by ShankhnadNews
on
20:21
Rating:

No comments: