સિહોર ખાતે ચોગઠ સ્વં.રામભાઈ રાવળ પરિવાર દ્વારા રાહત કિટોનું વિતરણ કરાયું
દેવરાજ બુધેલીયા
દેશમાં કોરોનાની મહામારીને લઈને આર્થિક સાયકલ અટકાઈ પડી છે. મોટા મોટા લોકોના આવકના ચકડા ઉભા રહી ગયા છે. ત્યારે નાના માણસો અને મધ્યમ પરિવાર ઉપરતો આફત આવી પડી હોય તેવી પરિસ્થિતિ આવી પડી છે. સરકાર લોકો સુધી રાશન પહોંચાડવા માટે યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ત્યારે સમાજસેવા કરતી સંસ્થા પણ ગરીબ અને નાના માણસો માટે થઈને આગળ આવી ગઈ છે. રાજ્યમાં અને ભાવનગર જિલ્લામાં અનેક સંસ્થાઓ દ્વારા ટિફિન સેવા, રસોડા અને રાશન કિટોનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સિહોરના ચોગઠના સ્વં.રામભાઈ રાવળ જોગી ના પરિવાર દ્વારા આસપાસના ગામડાઆ જઈને જરૂરિયાતમંદ લોકોમાં રાહત કીટનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોગી પરિવાર દ્વારા સિહોરમાં લીલાપીર, જોગીવાડ, નેસડા ભોલાદ ગામોમાં ૨૫૧ રાશન કીટનું વિત્તરણ આજે કરવામાં આવ્યું હતું.

Reviewed by ShankhnadNews
on
19:53
Rating:

No comments: