સિહોર નગરપાલિકા ના પાણીના ટાકામાં નહાવા પડેલા યુવાનો સામે સખ્ત કાર્યવાહી હાથ ધરાશે - વી.ડી.નકુમ
ગઇકાલ ની ઘટના ને લઈને સમગ્ર સિહોરમાં ચકચાર - વિક્રમભાઈ કહ્યું કોઈને છોડાશે નહિ
દેવરાજ બુધેલીયા
સિહોરની પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરવા માટે કોઈ મોટું ષડયંત્ર રચાતું હોય તેવું ઉપરા છાપરી સિહોર નગરપાલિકાના પીવાના પાણીના ટાંકામાં બનેલી ઘટનાઓ થી લોકોને લાગી રહ્યું છે. ત્યારે ગઈકાલથી સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી ગયો છે ગઈકાલે નગરપાલિકાના પીવાના પાણીના ટાકામાં ચાર પાંચ યુવાનો નાહવા માટે પડ્યા હતા જે ઘટનાની જાણ થતાં પાલિકાના કર્મચારી દ્વારા વીડિયો ઉતારી લેતા સમગ્ર મામલો સામેં આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જેને લઈને આજે નગરપાલિકા ટાઉન પ્લાનિંગ ચેરમેન વિક્રમ નકુમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નાહવા પડેલા યુવાનોની મોડી રાત્રે જ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. સિહોરની પ્રજાની સાથે આરોગ્ય ને જોખમમાં મુકતા શખ્સો ને બક્ષવામાં નહિ આવે તેની સામે કડક પગલાં ભરવામાં આવશે.

Reviewed by ShankhnadNews
on
19:54
Rating:

No comments: