test
સિહોર પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલિસકર્મીઓની આરોગ્ય તપાસ: પોલીસકર્મીઓનું થર્મલ સ્ક્રીનિંગ

પીઆઇ ગોહિલ, પ્રો.પીઆઇ રણજિતસિંહ પરમાર, સહિતના તમામ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, સહિતના કર્મીઓની તપાસ થઈ

હરેશ પવાર
કોરોના વાયરસ ને લઈને સિહોર આરોગ્ય વિભાગ સતર્ક થયું છે જે હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સિહોર શહેરમાં લોકડાઉનની અમલવારી માટે સતત ખડેપગે રહેતા સિહોર ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીઓના આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.પોલીસ કર્મીઓની અન્ય બીમારીઓ અંગે પણ માહિતી મેળવી હતી સિહોર શહેર કે તાલુકામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી ત્યારે તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અત્યાર  સુધીમાં સિહોરમાં જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગ હાલ રાહતનો શ્વાસ લઇ રહ્યું છે.

 જેને લઇને આરોગ્ય વિભાગ તકેદારીના ભાગરૂપે સરકારી કચેરીઓના અધિકારીઓ અને આરોગ્યલક્ષી ચકાસણી કરવાના કાર્યક્રમો આયોજિત કરે છે સિહોર શહેર પોલીસ સ્ટેશન ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ કર્મીઓનું આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી જેમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓની થર્મલ સ્કેનિંગ મશીન દ્વારા ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું આ સાથે જ તેઓને થતી તકલીફ વિશે પણ આરોગ્ય વિભાગે જાણકારી મેળવીને યોગ્ય સારવાર માટે સલાહ તેમ જ દવાઓ આપી હતી.
Reviewed by ShankhnadNews on 21:05 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.