ગઈકાલના અહેવાલોની અસર
સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા ખાદ્ય સામગ્રીની દુકાનો પર સઘન તપાસ
ગઇકાલના શંખનાદ અહેવાલ થી પાલિકતંત્ર હરકતમાં આવ્યું, વિજય વ્યાસ અને કાફલો ત્રાટક્યો
દેવરાજ બુધેલીયા
દેશમાં લોકડાઉનના બીજા ભાગ શરૂ થઈ ગયો છે. લોકોને આ કપરા સમયમાં જીવન ગુજારવા માટે થઈને કરીયાણા અને શાકભાજી જે ભાવે મળે તે ભાવે નાછૂટકે ખરીદી કરવી જ પડે તેવી હાલાકી ઉભી થઇ છે. જેનો અમુક લેભાગુ વેપારીઓ ગ્રાહકોની મજબૂરીનો ગેરલાભ લેતા હોવાની વાત લોકો દ્વારા ધ્યાને આવતા ગઈકાલે શંખનાદ અહેવાલ માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેને લઈને આજે સિહોર નગરપાલિકા તંત્ર હરકતમાં આવી ગયું હતું. આજે નગરપાલિકા તંત્રના કર્મચારીઓ દ્વારા સિહોરની કરયાણાના વેપારીઓને ત્યાં અચાનક તપાસ હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકા તંત્ર દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થો વેચાણ કરતી દુકાનો ઉપર તપાસ કરીને ક્યાં ભાવે વેચવામાં આવે છે તેની તપાસ કરીને વેઓરીનોને કડક સૂચના આપવામાં આવી હતી. લોકોની મજબૂરીનો લાભ લેતા લેભાગુ વેપારીઓ જો દોઢ ગણા ભાવ લેતા જણાશે તો કડક કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

Reviewed by ShankhnadNews
on
20:13
Rating:

No comments: