test
સિહોરમાં પોલીસનો કડક જાપ્તો, રેન્જ આઈજી અને એસપી સહિત મોટા કાફલાની શહેરભરમાં વિઝીટ

શહેરમાં ફરતે ચકલું પણ ન ફરકે તેવો લોખંડી જાપ્તા સાથે કિલ્લાબંધી કરી દેવા આદેશ, સલામતી માટે લોકોને ઘરમાં રહેવા સૂચન, ઉચ્ચ અધિકારીઓએ કોરોનાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

દેવરાજ બુધેલીયા - હરેશ પવાર
ગઈકાલે મોડીરાત્રે સિહોરમાં કોરોના વાયરસ એ હળવે પગ પેસારો કરતા પ્રશાસન દોડતું થઇ ગયું છે સિહોરમાં ૨૦ વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવી જતા મોડી રાતે પ્રશાસન અને પોલીસ જુલુના ચોકમાં ગોઠવાઈ ગઈ હતી. સિહોર પોલીસ દ્વારા રાત્રે જ આ વિસ્તારને સિલ કરી દેવામાં આવ્યો હતો. મોડી રાત સુધી પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે સવારે જ કોરોના સંક્રમણ ને સિહોર શહેરમાં અટકાવવા માટે થઈને ભાવનગર રેન્જ આઈ.જી અશોક યાદવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી,સિહોર પોલીસ, સોનગઢ પોલીસનો મસમોટો કાફલો  સિહોરમાં ગોઠવાઈ ગયો હતો. સિહોરના મેઈન બજાર, મકાતનો ઢાળ, જુમ્મા મસ્જિદ અને જુલુના ચોક વિસ્તારમાં સ્થળ તપાસ કરીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. અહીં વિસ્તારને સિલ કરાવી દેવામાં આવ્યો હતો. આવનજાવન માં પોઈન્ટ ઉપર પોલીસનો કડક જાપતો ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે વિસ્તારમાં ૧૦ સીસીટીવી લગાવી ને પોલીસ તંત્ર નેત્રમની મદદ લઈને વિસ્તારોમાં અવર જવર ઉપર નજર રાખશે. સંક્રમણ નો અટકાવ જરૂરી છે જેને લઈને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.
Reviewed by ShankhnadNews on 20:01 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.