test
સિહોર પોલીસના ડ્રોનની નજરમાં ફરી ૨ કેદ - જાહેર નામાંનો ભંગ કરતા ઝડપાયા

પોલીસ કડક તમારા પરિવારના રક્ષણ માટે જ થઈ છે માટે સહકાર આપો થોડા દિવસ - પી.આઇ ગોહિલ


હરેશ પવાર
સિહોર પોલીસ દ્વારા ભાવનગર માં એક સાથે ચાર પોઝિટિવ કેસ બાદ આઈજી સાહેબની સૂચના થી વધુ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સિહોરમાં કામ વગર બહાર અવર જવર કરતા  લોકોને અટકાવા માટે બેરીટેગ પણ વધારી દેવામાં આવ્યા છે. ત્યારે આજે  સિહોર પોલીસ પીઆઇ ગોહિલ તેમજ તેમની ટિમ દ્વારા ડ્રોન ઓપરેટર  સાથે રાઉન્ડમાં નીકળ્યા હતા તે દરમ્યાન સિહોર ભીલવાડા વિસ્તારમાં જાહેર રોડ ઉપર કોઈ પણ કામ વગર વારંવાર બહાર અવર જવર કરતા ઈસમો બચુભાઇ ડાયાભાઇ બાંભણીયા ઉ.વ.૬૫ અને પ્રવીણભાઈ બાબુભાઇ ભીલ ઉ.વ.૫૦ રહે.બંને ભીલવાડાનો ખાંચો સિહોર વાળા કેમેરામાં કેદ થઈ જતા જાહેરનામા નો ભંગ બદલ તથા ઇ.પી.કો.કલમ ૨૬૯,૨૭૦,૧૮૮  તળે કાયદેસરની કાર્યવાહી કરી સિહોર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.તે સિવાય આજે સિહોર પોલીસ દ્વારા ૧૭ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા તે ઉપરાંત ૪ વિરુદ્ધ ૧૮૮ કલમ લગાવામાં આવી હતી. આજે બપોરના સમયે અચાનક જ ભાવનગર રેન્જ આઈ.જી અશોક યાદવ સિહોર પોલીસ મથકની મુલાકાતે આવી ચડ્યા હતા. તેમને સિહોર પોલીસ પોલીસની કામગીરીની ચકાસણી કરી હતી.ભાવનગર પોલીસ તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે તમારા તથા રાષ્ટ્રના હિતમાં સહકાર આપવા અને બિન જરૂરી ઘરની બહાર નહિ નીકળવા અપીલ કરવામાં આવે છે જેથી આ વૈશ્વિક કોરોના મહામારી થી બચી શકાય અને બીજાને પણ બચાવી શકાય
Reviewed by ShankhnadNews on 21:06 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.