test
સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ દ્વારા ડિજિટલ શિક્ષણનો પ્રારંભ 

વિદ્યામંજરી સંસ્થાની અનોખી શિક્ષણ પદ્ધતિ, લોકડાઉનમાં વિધાર્થીઓનું ભણતર ન બગડે તે માટે શરૂ કરાયું ઓનલાઈન ભણતર,

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારીને લઈને લોકડાઉન જાહેર થતા રાજ્યમાં ૧૦ અને ૧૨ ધોરણના વિધાર્થી સિવાયના તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેને લઈને વિધાર્થીઓને બહુ લાંબુ વેકેશન મળી ગયું છે.વિધાર્થીઓના ભણતરને અસર ન થાય તે માટે થઈને અનેક શાળાઓ ટેકનોલોજીના માધ્યમ થી વિધાર્થીઓને સુધી શૈક્ષણિક વર્ગ પહોચાડી રહી છે. ત્યારે સિહોરની પણ પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિધામંજરી જ્ઞાનપીઠ દ્વારા નવતર અભિગમ અપનાવામાં આવ્યો છે.હાલ કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે સમગ્ર શાળા- કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ છે, ત્યારે આવા સમયે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઘરબેઠા શરૂ રહે અને બાળકો સમયનો સદુપયોગ કરી શકે તેવા હેતુથી વિદ્યામંજરી જ્ઞાનપીઠ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપવાની પહેલ કરેલ છે,જેમાં દરરોજ બાલમંદિર તથા ધોરણ ૧ થી ૧૦ અને ધો.૧૧-૧૨( આર્ટ્સ/કોમર્સ/સાયન્સ)ના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને વોટ્સએપ અને સ્કૂલએપમાં હોમવર્ક,એક્ટિવિટી, એસાઈમેન્ટ, વિષયવાઇઝ મટીરીયલની પીડીએફ, યુ  ટ્યુબ દ્વારા વીડિયો લેક્ચરની લિંક તેમજ અભ્યાસકીય ઘણી બાબતો વિગેરે મોકલવામાં આવે છે અને શાળા દ્વારા દરરોજ વાલીઓને ફોન કરી તેનું ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે,શાળાના આ કાર્યમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળા પરિવારનો પૂરતો સાથ સહકાર મળી રહ્યો છે,વેકેશનમાં પણ શાળા દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેને વાલીગણે બિરદાવ્યું છે.
Reviewed by ShankhnadNews on 19:57 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.