સિહોરમાં ગુરુકૃપા મેડિકલને તંત્રની શો-કોઝ નોટિસ, તપાસના આદેશ
જિલ્લા પુરવઠા અને ફૂડ અને ડ્રગ્સ વિભાગને તપાસના આદેશ થયા, જ્યાં સુધી તપાસ પુણ્ય ન થાય ત્યાં સુધી મેડિકલ નહિ ખોલવા પણ હુકમ
બ્રેકીંગ ન્યુઝ..રાત્રે..૮..૨૫ કલાકે
વિશ્વિક મહામારી કોરોના કહેરમાં માસ્ક અને સેનીટાઇઝરના ધૂમ વેચાણ અને વધુ ભાવો લેવાતા જોવાની બુમો વચ્ચે સિહોરમાં ગઈકાલે નાયબ કલેકટર રાજેશ ચૌહાણ દ્વારા મેડિકલ ઉપર અચાનક જ ચેકીંગ માટે ગ્રાહક બનીને પહોંચી ગયા હતા. વડલા ચોક પાસે આવેલ ગુરુકૃપા મેડિકલ ઉપર સેનીટાઇઝર અને માસ્ક ની ખરીદી કરતા વાસ્તુના બમણા ભાવ અને બિલ આપવાનો ઇન્કાર કરતા તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ઘટના ની જાણ ને લઈને મામલતદાર દ્વારા નગરપાલિકા કર્મચારીઓ આવી પહોંચ્યા હતાં મોડે સુધી ચાલેલી તપાસમાં આગળની કાર્યવાહી જિલ્લા પુરવઠા અને ફૂડ ડ્રગ્સ વિભાગને આદેશ કરવામાં આવ્યા હતા. કોરોના ની મહામારી માં જરૂરિયાત વસ્તુઓનો કાળા બજાર કરતા અને લોકોની મજબૂરીનો લાભ લેતા આવા લેભાગુ મેડિકલ સામે લાલ આંખ કરી હતી નાયબ કલેકટર એ. જ્યાં સુધી તપાસ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી મેડિકલ નહિ ખોલવાના કડક આદેશ આપવામાં આવ્યો છે. નાયબ કલેકટર ની કડક તપાસને લઈને સિહોરના તમામ વેપારીઓમાં ફફડાટ બેસી જવા પામ્યો છે અને વધુ ભાવો લેતા વેપારીઓ રીતસર ફફડી ઉઠ્યા છે ત્યારે મેડિકલ સામે તપાસ બાદ આગળ કાર્યવાહી શુ થાય છે તે જોવું રહ્યું

Reviewed by ShankhnadNews
on
21:35
Rating:

No comments: