test
કોરોનાની મહામારી માં પણ રાત દિવસ ફરજ નિભાવે છે ૧૮૧ અભ્યમ સેવા 

સિહોરની પીડિતાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવી વનસ્ટોપ સેન્ટર એ સુરક્ષિત કરી

દર્શન જોશી
કોરોના વિષાણુને લઈને દેશમાં પ્રધાનમંત્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનમાં સરકારી પ્રશાસનના કર્મચારીઓ અને અનેક સેવાઓ પોતાની ફરજ પોતાના પરિવારને ચિંતા કર્યા વગર દેશ માટે રાત દિવસ ફરજ નિભાવી રહ્યા છે. પોલીસ, મેડિકલ, પેરા મેડિકલ, સફાઈ કામદારો, ૧૦૮ સેવા, મીડિયા કર્મીઓ સહિતના ફરજ નિભાવતા તમામ કર્મીઓ ખરેખર ધન્યતાને પાત્ર છે આવી મહામારીની લડતમાં પોતાના જીવની લેશમાત્ર પરવા કર્યા વગર પોતે અડીખમ દેશની પ્રજાની કોરોના સામે રક્ષા કરી રહ્યા છે.ત્યારે સિહોરની ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇન ને પીડિતાનો મદદ માટે કોલ આવતા અભયમ ટિમ સિહોરના વિસ્તારમાં પહોંચી ગઈ હતી. ત્યાં પીડિતાના ઘરે પહોંચી કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે પીડીતાએ તેના મરજી થી પ્રેમ લગ્ન કરેલ છે. તેના પતિ કેફી દ્રવ્યનું વ્યસન કરી રહ્યા છે જેને લઈને પીડિતાને વારંવાર માર મારી ને ત્રાસ ગુજારે છે. પ્રેમલગ્ન કર્યા હોવાથી પિયરમાં પીડિતા જઈ શકે તેમ ન હતા જેથી મૂંગા મોઢે પતિના હાથનો માર ખાઈ રહ્યા હતા. પીડિતાના પિયરમાં માતાપિતા હયાત નથી માત્ર બે બહેન અને એક ભાઈ જ છે. પીડિતાને એક દોઢ વર્ષની અને એક ૫ મહિનાની દીકરીઓ છે તેને પણ રાખતા નથી. દીકરીઓ રોવે તો પીડિતાના પતિ બહાર કાઢી મૂકે છે. જ્યારે કામની બાબતને લઈને પતિ પીડિતાને મારવા ગયા ત્યારે પીડિતા પોતાનો જીવ બચાવવા પાડોશી ના ઘરે પહોંચી ગયા હતા. અભ્યમ ટિમ દ્વારા પીડિતાનો ફોન ઇનકમિંગ બંધ હોવાથી આવેલ એડ્રેસ ઉપર જઈને પતિ હાજર ન હોવાની પીડિતા પાસેથી વિગતો મેળવીને પીડિતાને પોતાની સુરક્ષા ત્યાં ન લાગતા તેને સિહોર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવીને ભાવનગર વન સ્ટોપ સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. સિહોર અભ્યમ ટિમ દ્વારા પીડિતાના જીવને બચાવીને સુરક્ષિત કરી હતી. અહીં કામગીરીમાં ૧૮૧ અભ્યમ ટીમના કાઉન્સેલર શિલ્પાબહેન પરમાર તથા કોન્સ્ટેબલ આરતીબા અને પાઇલોટ પ્રકાશભાઈ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
Reviewed by ShankhnadNews on 20:34 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.