સિહોર પરશુરામ જન્મોત્સવ ૨૦૨૦ બ્રહ્મસમાજના દરેક પરિવારે પોત-પોતાના ઘરે ઉજવવા અનુરોધ - દિપક જાની
હરેશ પવાર
સિહોર બ્રહ્મસમાજના માર્ગદર્શન અને પરશુરામ યુવા સંસ્થાના પ્રમુખ દિપકભાઈ જાની સમાજના દરેક પરિવારે પોત-પોતાના ઘરે પરશુરામ જન્મોત્સવ ઉજવવા અનુરોધ કર્યો છે દ્વારા આગામી તા.૨૫ના શનિવારે અખાત્રીજના પાવન પર્વે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ છે ત્યારે હાલ કોરોનાના સંક્રમણને કારણે લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે જગતના આરાધ્ય દેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામ જન્મજયંતીની ઉજવણીના પાવન પર્વેમાં સરકારશ્રીના નિર્દેશ અનુસાર લોકડાઉનનું પાલન થાય અને સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે રીતે સવારે ૭ થી ૯ વચ્ચે દરેક સમાજના પરિવાર પરશુરામ દાદાનું પૂજન કરે તેમજ સમસ્ત ભુદેવો રાત્રે ૮:૧૫ કલાકે પોત- પોતાના ઘરમાં છત- અગાસી- બાલ્કની અથવા ઘરની ઓસરીમાં દિવા સજાવી દીપોત્સવ ઝગમગાવશે. અને પોતાના વિસ્તારમાં આજુબાજુ જરૂરિયાતમંદ લોકોને ભોજન માટેની વ્યવસ્થા કરીને ભોજન આપવા અનુરોધ કરાયો છે ભગવાન પરશુરામને શોર્યના પ્રતીક તરીકે યાદ કરીને અખાત્રીજના રોજ પરંપરાગત પરશુરામ જયંતી ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના મહામારીનો હાહાકાર ફેલાયો છે. ત્યારે વિશ્વભરમાંથી કોરોના નાબુદ થાય અને અને જન-જન ભગવાન પરશુરામ જન્મજયંતીના તપ અને શોર્યગાથીથી માહિતગાર થાય તે માટે તા.૨૫ને શનિવારે અખાત્રીજના ભગવાન પરશુરામ જન્મજયંતીના પાવન પર્વે ઉપરોક્ત પ્રમાણે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે તેમ સિહોરના સમસ્ત બ્રહસમાજ અને યુવા પરશુરામ અને દીપકભાઈ જાની દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

No comments: