test
જયરાજસિંહ મોરી દ્વારા સિહોર આજુબાજુના વિસ્તારમાં પ્રશાશન ને સાથે રાખી ખાધસામગ્રી વિતરણ

બ્રિજેશ ગૌસ્વામી
તાજેતરમાં કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલ લોકડાઉનના કપરા સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને લોકો પોતાનાથી શક્ય એટલી મદદ કરી રહ્યા છે ત્યારે સિહોર શહેરમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાન જયરાજસિંહ મોરી દ્વારા જરૂરિયાત મંદો ને કીટ વિતરણ કરાય જયરાજસિંહ મોરી દ્વારા વળાવડ તેમ જ ઉસરડ ગામે વસવાટ કરતા નિરાધાર શ્રમિકો માટે નાયબ મામલતદાર રણજીતસિંહ મોરીને સાથે રાખી જીવન જરૂરી વસ્તુઓની કીટ પુરી પાડવામાં આવી હતી.

 આ ઉપરાંત સિહોર તાલુકાના રેશનશોપ પર ફરજમાં મુકાયેલ તમામ બી.એલ.ઓ. માટે હેન્ડ ગ્લોવ્ઝ પુરા પાડવામાં આવ્યા. સાથે સાથે સિહોર મામલતદાર કચેરી માં કાર્યરત તમામ કર્મચારીઓ માટે માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ નું જયરાજસિંહ મોરી દ્વારા વિતરણ કરવામાં આવ્યું. સિહોર શહેરમાં આવેલી તેમની તમામ દુકાનો ના ભાડુઆતોને પણ ઘરે રહેવા પ્રોત્સાહિત કરવાના હેતુ થી જ્યાં સુધી લોકડાઉન અમલી રહે ત્યાં સુધી તેમની તમામ દુકાન નું ભાડું માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને તમામ લોકોને હાલ ઘરે જ રહેવાની અને બિનજરૂરી બાહર ન નીકળવા નમ્ર અપીલ પણ કરવામાં આવી
Reviewed by ShankhnadNews on 20:30 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.