test
કોરોના સામેની લડાઈમાં માત્ર સિહોર શહેરમાંથી ૫૮ લાખથી વધુ રકમનું અનુદાન એકઠું થયું

પીએમ સીએમ ફંડમાં સિહોરની વિવિધ સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત લોકો દ્વારા અપાયું છે અનુદાન, 


હરેશ પવાર
સમગ્ર દેશ કોરનાની મહામારી સામે રીતસરનો ઝઝૂમી રહ્યો છે. દેશના વડાપ્રધાન કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓ સાથે તાલમેલ બાંધી સહિયારી લડાઈ લડી રહ્યા છે. દેશના વડાપ્રધાન સમયાંતરે રાષ્ટ્રજોગ પ્રવચન કરી કોરોના સામેની લડાઈ લડવા સમગ્ર દેશવાસીઓની મદદ માંગી રહ્યા છે. દેશવાસીઓ પણ આ લડાઈમાં જોતરાયા છે. દેશ આખો બંધ છે. ધંધા રોજગાર તમામ બંધ છે. સરકાર અને પ્રસાસન કોવીડ-૧૯ને ફેલાતો અટકાવવા લગાતાર કામ કરી રહ્યા છે. હકીકતમાં આ સમગ્ર કામગીરીનો શ્રેય ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતા આરોગ્ય અને વહીવટી તેમજ પોલીસ સ્ટાફને આપવો ઘટે, કોઈ પોતાના સ્વજનની અંતિમ યાત્રામાંથી સીધા જ ફરજ પર, કોઈ પોતાના માસુમ બાળકને સાથે રાખી ફરજ બજાવવા મજબુર બન્યું છે તો કોઈ પોતાના લગ્નની પીઠીનાં રંગ સાથે કોરોના સામેની લડાઈ લડી રહ્યું છે આ તમામ બાબતો વચ્ચે સમગ્ર દેશ રાજ્યમાં સેવાભાવી સંસ્થાઓ પ્રતિષ્ઠિત લોકો આ કોરોના ની લડાઇમાં આર્થિક રીતે આગળ આવ્યા છે ખાસ કરીને ભાવનગર જિલ્લામાં અસંખ્ય સંસ્થાઓએ અને પ્રતિષ્ઠિત લોકોએ અનુદાનની રકમ પીએમ સીએમ ફંડમાં આપી છે સિહોરમાં પણ નાગરીક બેન્ક સિહોર, બિપિનભાઈ કરમટિયા, ચીંથરભાઈ પરમાર, હાઈટેક કંપની, રોલિંગમિલ એસોસિએશન, મર્કનટાઇલ બેન્ક, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, સર્વોત્તમ ડેરીની અલગ અલગ વિવિધ સંસ્થાઓ, ભરતભાઇ ચૌહાણ, જાયન્ટસ ગ્રુપ, નગરપાલિકા વોર્ડ ૧  સહિતની સિહોરની વિવિધ સંસ્થાઓ શ્રેષ્ટિઓ અને પ્રતિષ્ઠિત લોકોએ ૫૮ લાખથી વધુનું અનુદાન પીએમ સીએમ ફંડમાં જમા કરાવ્યું છે
Reviewed by ShankhnadNews on 20:02 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.