મુસીબતોને પણ હંફાવી દઈએ પણ માનવતાને ઉણી આંચ ન આવા દઈએ
તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ, રાજભોગ હોટલ તેમજ આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા તેમજ સમસ્ત ગામ લોક ભાગીદારી થી 3 મેં સુધી અન્નદાન સેવાયજ્ઞ શરુ રહેશે.
દર્શન જોશી
21 દિવસ બાદ પણ બપોર અને સાંજે 1500 ગરીબ લોકોને ભોજન વિતરણ રાબેતા મુજબ શરુ રહેશે.કોરોના વાયરસની મહામારી આફત વચ્ચે સમગ્ર ભારત દેશમાં 21 દિવસ સુધીનું લોકડાઉન હતું, અને હાલ પ્રધાનમંત્રી દ્વારા આ લોકડાઉન માં વધારો કરી 3 મેં સુધી લંબાવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિમાં તળાજા શહેરના ઝુંપડપટ્ટી વિસ્તાર 1500 ગરીબ લોકોને સતત 21 દિવસ સુધી બપોરના અને સાંજે બંને સમય તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ, રાજભોગ હોટલ તેમજ આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા અન્નદાન કરેલ. હાલ લોકડાઉનની પરિસ્થિતિ વધતા તળાજાના આ સેવાભાવિ યુવાનો દ્વારા 3 મેં સુધી તમામ ઝુંપડપટ્ટી વિસ્તારના ગરીબ લોકોને ભોજન પૂરું પાડવા ફરી સંકલ્પ બદ્ધ બન્યા છે. 3 મેં સુધી તળાજા વિસ્તાર ના કોઈપણ ગરીબ ભૂખ્યો ન રહે તે માટે રાબેતા મુજબ બપોરના તેમજ સાંજના એમ બંને સમય પૂરતા પ્રમાણમાં અન્નદાન સેવાયજ્ઞ શરુ રહેશે તેવું આરાધ્યા વિદ્યાસંકુલના સંચાલક વૈભવ જોષી એ જણાવેલ છે. આ ભગીરથ કાર્યમાં પરેશભાઈ જાની, વૈભવ જોષી, દેવાયત આહીર, ભારદ્વાજ બાપુ ગોસ્વામી, હનીફભાઈ તુર્કી, નેતલભાઈ શાહ, આનંદભાઈ રાજદેવ, આઈ.કે.વાળા, જીતેન્દ્રસિંહ વાળા કાળુભાઈ આહીર, શિવાભાઈ ગઢવી, એ.બી.મેર સહીતના સેવાભાવિ યુવાનો ઉત્સાહ સાથે જહેમત ઉઠાવી માનવ સેવા એજ પ્રભુ સેવાનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે.

Reviewed by ShankhnadNews
on
20:24
Rating:

No comments: