test
સિહોરનું સિહોરીમાતા ગ્રુપ ૨૧ દિવસ ગરીબોની જઠરાગ્રી ઠારશે

સિહોરીમાતા ગ્રૂપ દ્વારા સાંજ પડે હજારો ફ્રુડ પેકેટની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે

દેવરાજ બુધેલીયા
કોરોના સામેની લડાઈ બહુ વિકટ અને લાંબી ચાલે તેમ છે, માત્ર રાજ્ય અને કેન્દ્ર સરકાર એકલા હાથે લડી શકે તેમ નથી, આ લડાઈમાંથી આપણે સહુ બહુ જલદી અને સલામત રીતે બહાર નિકળી જઈએ તે માટે સરકારને ખાનગી અને સામાજીક સંસ્થાઓ સહિત મહાજનોની પણ જરૂર છે. લોકડાઉનની સ્થિતિમાં સૌથી કપરી સ્થિતિ રોજમદારોની છે. તેમની પાસે અન્ન પણ નથી અને પૈસા પણ નથી. આવા રોજમદારો સુધી રોજનું ભોજન પહોંચાડવાના સિહોરનું સિહોરીમાતા ગ્રુપ લોકોની વ્હારે આવ્યું છે અને સતત ૨૧ દિવસ માટે રાહતનું રસોડું ધમ-ધમતું કર્યું છે ૨૧ દિવસ લોકડાઉન રહેવાનું છે ત્યારે ગરીબ માણસ કેવી રીતે જીવશે તેવી ચિંતા કરતા સિહોરી માતા ગ્રુપ અને પૂર્વ નગરસેવક વિજય આલ અને સેવાભાવિ લોકો દ્વારા ગરીબો ઘરની બહાર નિકળે નહીં અને તેમના ઘરના દરવાજે ભોજન પહોંચે તેવી યોજના ઘડી કાઢી છે સતત ચાર પાંચ દિવસથી ધમ-ધમતું રસોડું ગઈકાલે સિહોર મામલતદાર નિનામા દ્વારા પણ અહીં મુલાકાત લેવાઈ હતી અને સેવાકીય લોકોના કામને બિરદાવ્યું હતું
Reviewed by ShankhnadNews on 20:33 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.