test
સિહોરના માર્ગો પર લટાર મારવા નિકળેલા યુવકોને પોલીસે ઉઠ-બેસ કરાવી - કેટલાક સામે દંડો ઉગામ્યો

પોલીસ તંત્ર દ્વારા શહેરમાં પ્રવેશતા માર્ગો સીલ કરી ચેકિંગ ઝુંબેશ હાથ ધરી : પોલીસે વાહન ચાલકોને ઘરમાં જ રહેવા અપીલ કરી

દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસની મહામારીએ સર્જેલ ગંભીર પરિસ્થિતિને લઈને ગુજરાત અને સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે સિહોરમાં કેટલાક યુવકો પગપાળા અને મોટરસાયકલ લઈને  લટાર મારવા નીકળી પડતા રાજમાર્ગ પોલીસ કર્મી અને અધિકારી દ્વારા તેઓને અટકાવી ઘરે રહેવા સમજાવ્યું હતું. લોકડાઉનને લઈ શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. વિવિધ પોઈન્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. તાલુકા સાથે પંથકના વિવિધ વિસ્તારોમાં પણ  લોકડાઉનની મોરી અસર જોવા મળી છે મોટાભાગના બજારો બંધ રહેવા પામ્યા હતા. લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરી સિહોરવાસીઓને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.

મોટાભાગના તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા રાખી દીધા છે શહેરમાં પ્રવેશવાના તમામ મુખ્ય માર્ગો સીલ કરી સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જો કે કેટલાક શહેરીજનો પોતાના ટુવ્હીલર સાથે લોકડાઉનની અસર જોવા નીકળી પડયા હતા. તો કેટલાક ઠેકાણે યુવકો ટોળે વળી લોકડાઉનની ચર્ચા કરતા નજરે પડયા હતા. જો કે પોલીસે આવા તમામ સામે લાલ આંખ કરી તેઓને ઘરમાં રહેવા માટે ખાસ અપીલ કરી હતી. કામકાજ સિવાય લટાર મારવા બહાર નીકળતા યુવકોને પોલીસે કાયદાનો પાઠ ભણાવી કેટલાકને ઉઠ-બેસ કરાવી હોવાના કિસ્સા પણ જોવા મળ્યા હતા.
Reviewed by ShankhnadNews on 20:51 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.