સિહોર જીથરી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ ખાતે વુમન્સ ડે ની ઉજવણી કરાશે
"નારી તારી પણ શકે તો મારી પણ શકે" નાટક દ્વારા સ્ત્રી સશક્તિકરણ ઉપર સંદેશો આપશે વિધાર્થીઓ
હરેશ પવાર
૮ માર્ચ એટલે વિશ્વ વુમન્સ ડે જેની શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ રૂપે ઉજવવામાં આવે છે. સિહોર ના અમરગઢ (જીથરી ) ખાતે આવેલ કે.જે.મહેતા ટી.બી.હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ એક અલગ રીતે વુમન્સ ડે ની ઉજવણી તા.૬ માર્ચ ને બપોરે ૨ કલાકે કોલેજના ઓડિટેરિયમ હોલ ખાતે ઉજવણી કરવામાં આવશે. અહીં કોલેજના વિધાર્થીઓ દ્વારા સ્ત્રીઓની સમાનતા અને સશક્તિકરણ ઉપર એક અદભુત નાટક "સ્ત્રી તારી શકે તો મારી પણ શકે" રજૂ કરશે. આ નાટકને શબ્દોથી અભિનયમાં ઢાળવા અભિષેક જાની તથા દર્શન જોષીએ માર્ગદર્શન આપ્યું છે.અહીં કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના ભારતીબહેન દવે (ઇ.સી મેમ્બર) તરીકે વિશેષ હાજર રહેશે. સાથે જ સિહોર ૧૮૧ અભ્યમ ટીમના કાઉન્સેલર શિલ્પાબહેન તથા તેમના સાથી કોન્સ્ટેબલ વિશેષ હાજરી આપી મહિલાઓ ની જાગૃતિ માટે માહિતી આપશે.સિહોરના સામાજિક આગેવાન અને વરિષ્ઠ પત્રકાર હરીશ પવાર પણ હાજર રહીને સ્ત્રીઓના સશક્તિકરણ માટેની વાત કરશે.અહીં પીએચડી વિભાગના વડા મંદિપસિંહ ગોહિલ તથા મયુર મિશ્રા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Reviewed by ShankhnadNews
on
19:49
Rating:

No comments: