સિહોરના સણોસરા ગામ ૨૧ લોકો હરિદ્વારથી બસ મારફતે નિજઘર આવવા રવાના
રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલની મહેનત રંગ લાવી - તમામ ના તબીબ ટેસ્ટ કરી સ્પે લકઝરી બસ દ્વારા રવાના થયા
મિલન કુવાડિયા
સિહોર સણોસરા ગામ અને આસપાસના ગામના ૨૧ લોકો હરિદ્વારમાં કોરોના વાયરસ ને લઈને દેશભરમાં થયેલા લોકડાઉન ને કારણે ફસાય ગયા હતા. જેનો ગઈકાલે શંખનાદ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને શંખનાદ સંચાલક દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને આ બાબતની જાણ કરી હતી જે બાબતે શક્તિસિંહે વાતની ગંભીરતાને ધ્યાનમાં લઈને સતત માહિતીઓ મેળવીને વહેલી તકે તેઓ પોતાના ઘરે હેમખેમ પરત ફરે તેવા પ્રયાસો હાથ ધરી દીધા હતા.
ત્યારે આજે ઉત્તરાખંડ ના પૂર્વ. મુખ્યમંત્રી હરેશ રાવત દ્વારા ત્યાંની સરકાર સાથે મદદ લઈને તમામ ૨૧ લોકોની તબીબી ટેસ્ટ કરાવીને બસ મારફતે આજે પોતાના ઘરે પરત રવાના કર્યા હતા. શક્તિસિંહ ગોહિલની મહેનત રંગ લાવી હતી માત્ર ૨૪ કલાક જેટલા સમયગાળામાં સણોસરા ના લીંબાણી પરિવાર તથા તેમના સગાઓ ને નિજઘર પરત લાવવા માટે મહેનત સફળ થઈ હતી. હરિદ્વાર માં અટવાયેલા લીંબાની પરિવાર તેમજ તેમના સગાઓએ શક્તિસિંહ ગોહિલનો આભાર વ્યક્ત કર્યો હતો.

Reviewed by ShankhnadNews
on
20:11
Rating:

No comments: