કોરોના મહામારી સંદર્ભે સિહોરમાં ભગવાનના ઘર સંસ્થા દ્વારા સામગ્રી વિતરણ, ૪૦૦ કીટ તૈયાર
દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની ભગવાનના ઘર સંસ્થા હંમેશા સામાજિક સહાય માટે તત્પર જ હોય છે. કોરોના મહામારી સંદર્ભે પણ સંસ્થાઓના આગેવાન કાર્યકર્તાઓના માર્ગદર્શન સાથે અસરગ્રસ્ત પરિવારો માટે ખાદ્ય સામગ્રી વિતરણ થઈ રહ્યું છે.કુદરતી કે માનવસર્જિત આફતોમાં સિહોરની આ સંસ્થાઓ હંમેશા અગ્રેસર રહી છે. તાજેતરની કોરોના મહામારી સંદર્ભે અસરગ્રસ્ત પરિવારો માટે રોજગારની ઉભી થયેલી સંકટ ભરી પરિસ્થિતિમાં સિહોર ભગવાના ઘર સંસ્થા દ્વારા સધિયારો અપાઇ રહ્યો છે. ભારત સરકારે કોરોના વાયરસના કારણે ૨૧ દિવસનું લોક ડાઉન નિયંત્રણ જ્યારે મુકયું છે ત્યારે રોજનું લાવીને રોજનું ભરણ પોષણ કરનારા માણસની મુશ્કેલીઓ વધી છે. સરકારશ્રીએ પણ ચિંતા વ્યક્ત કરી યોગ્ય પગલાં ભર્યા છે, તેમ છતાં શહેર માં ખરેખર મુશ્કેલી વાળા પરિવાર માટે ઘઉંનો લોટ, ચોખા, મગ દાળ, ગોળ, તેલ, મીઠું, બટાટા, ખાંડ, ચા, મરચું ધાણાજીરૂ, હળદર, ન્હાવાના સાબુ, સહિતની ચીજવસ્તુઓ સાથે સિહોર ભગવાનના ઘર સંસ્થાએ ૪૦૦ કેટલી કિટો બનાવી છે કોરોના વાયરસ ના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ વ્યક્તિઓને આ સામગ્રી વિતરણ ની તૈયારી કરવામાં આવી છે. આ કાર્યમાં સંસ્થાના આગેવાનો અગ્રણી ટ્રષ્ટિઓ નગરસેવકો સેવાકીય લોકો જોડાઇ સંકલનમાં રહી જહેમત ઉઠાવી રહ્યા છે

Reviewed by ShankhnadNews
on
20:58
Rating:

No comments: