સિહોરમાં લોક ડાઉનના પગલે કરીયાણું અને જીવન જરૂરિયાત વસ્તુઓના બમણા ભાવ
માલ સામનની અછત હોવાથી બમણા ભાવ લેવામાં આવી રહ્યા હોવાની વાત સામે આવી છે
હરિશ પવાર
કોરોના વાયરસને પગલે સિહોર સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે લોકોને રોજીંદી ચીજવસ્તુઓના ભાવ આસમાને ચડી જતા ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આનો ઉકેલ સત્વરે લાવવો જોઇએ તેવું લોકોનું માનવું છે જ્યારે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારો દ્વારા માનવતા નેવે મુકી છડેચોક લોકોને લુંટી રહ્યા હોવાથી કેટલીય જગ્યાએ દુકાનદાર અને ગ્રાહકો સાથે ઘર્ષણના મામલા સામે આવ્યા છે. સરકારના આદેશ મુજબ નિયત સમયમાં કરીયાણાની દુકાનો તેમજ દુધ, દહીં અને છાશ વેચતી ડેરી પાર્લર અને શાકભાજીની દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. તેથી લોકો ચીજવસ્તુઓ ખરીદવા ભારે દોડધામ કરી રહ્યા છે. પરંતુ દુકાનદારો માલસામાન નીઅછતનું મસમોટું બહાનું બતાવી માનવતા ને નેવે મુકી ચીજવસ્તુઓના નિયત ભાવ કરતા ડબલ ભાવ લઇ રોકડી કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ માલસામાન ની અછત હોવાની વાત કરી ચીજવસ્તુઓ ના ભાવ બમણાં લેવામાં આવી રહ્યા હોવાની વાત પણ સામે આવી છે કોરોના વાયરસની મહામારીને લીધે સમગ્ર દેશ ૨૧ દિવસ લોકડાઉનના પગલે ઘરમાં બેસીને વાયરસના પ્રક્રોપને ખાળવા પ્રયત્નો કરી રહ્યો છે. ત્યારે આવા ખાંધિયા અને લાલચું દુકાનદારોને લીધે લોકોને ડબલ માર પડયો છે. તંત્ર દ્વારા આવા કાળાબજારીયા દુકાનદારો સામે સખત પગલાં ભરી કટોકટીના સમયમાં કાળાબજાર એકટ હેઠળ પગલાં ભરી જેલ હવાલે કરી દેવા જોઇએ તેવો લોકોમાં સુર ઉઠયો છે.

Reviewed by ShankhnadNews
on
20:25
Rating:

No comments: