test
જનતા કર્ફ્યૂમાં ખાખી વર્દીમાં રહેલી માનવતા જોઈ તમે પણ કરશો સલામ, સિહોર અને ભાવનગરથી સામે આવેલી તસવીરોએ લોકોના દિલ જીતી લીધા

સલીમ બરફવાળા
સમગ્ર દેશ અત્યારે કોરોનાનાં સકંજામાં છે અને સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેનો અમલ કરાવતી પોલીસનાં કેટલાક ઉમદા કાર્યો પણ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. સિહોર અને ભાવનગર જિલ્લા પોલીસની વાત કરીએ તો લોકડાઉનનાં કડકાઈ ભર્યા અમલની સાથે સાથે ગરીબો અને એકલા રહેતા લોકો માટે ફૂડ પેકેટ અને જરૂરી દવાઓ આપવાની હૃદયસ્પર્શી કામગીરીની હકીકત બહાર આવી છે. સામાન્ય રીતે પોલીસ સામે ગંભીર આરોપ લાગતા હોય છે અને સવાલો ઉભા થતા હોય છે. પોલીસનું નામ સાંભળતા જ સામાન્ય લોકોમાં ફફડાટ આવી જાય છે. ક્યારેક નાનું છોકરું રડતું હોય ત્યારે તેને ચૂપ કરાવવા મા-બાપ પણ પોલીસની બીક બતાવતા હોય છે.

ખાખી વર્દીમાં કડક દેખાતી પોલીસમાં પણ માનવતા ભરી છે તેનું ઉદાહરણ સિહોર સાથે ભાવનગરમાં જોવા મળ્યું હતું જનતા કર્ફ્યુના પગલે શહેરમાં તમામ વિસ્તારો સુમસામ બની જતા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રહેતા ઘરવિહોણા પરિવારો, ભિક્ષાવૃતિ સાથે સાંકળયેલા અને ફૂટપાથ પર જીવન નિર્વાહ ચલાવતા પરિવારોને ફૂડ પેકેટ બિસ્કિટ અને જરૂરી દવાઓનું વિતરણ કરી ગરીબોની જઠરાગ્નિ ઠારી ચિંતાની તણાઈ લકીરો પર પોલીસે ખુશી વહેંચી હતી. લોકડાઉનનાં કડક અમલ વચ્ચે ગરીબ અને નિરાધાર લોકો ભૂખ્યા ન રહે તે માટે સિહોર અને જિલ્લા પોલીસે સ્વયંસેવી સંસ્થાની મદદથી આ કામ કર્યું હતું. લોકડાઉનમાં જયારે સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે ત્યારે સમાજનો એવો તબકો જેમનું કોઈ જ નથી એવા લોકો માટે પોલીસે આ ઉમદા કામ હાથ ધર્યું હતું
Reviewed by ShankhnadNews on 21:08 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.