રતનપુરની પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો, સાંસ્કૃતિક અને ઇનામ વિતરણ યોજાઈ ગયું
નિલેશ આહીર
રતનપર ગામે પ્રાથમિક શાળામાં ગતરાત્રિના સમયે સંસ્કૃતિ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ અન્વયે શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારની કૃતિઓ રજુ કરવામાં આવી જેવી કે અભિનય ગીત,એક્શન સોંગ,નાટકો,માઈમ,એક પાત્રિય અભિનય,સ્પીચ,પિરામિડ વગેરે ૧૭ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી. કાર્યક્રમની ખાસ વિશેષતાએ રહી કે શુભ શરૂઆત રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી અને શાળાના તમામ ૭૭ બાળકોએ ભાગ લઈ કાર્યક્રમને દીપાવ્યો.
ગત વર્ષે ધોરણ ૧થી ૮ના શ્રેષ્ઠ તારલાઓને અને વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી,એસ.એમ.સી.ના સભ્યશ્રીઓ,ગામના આગેવાનો,અને વાલીઓ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી,શાળા શિક્ષક સ્ટાફ અને બાળકો દ્વારા ભારે જહેમત ઉઠાવી.

Reviewed by ShankhnadNews
on
20:09
Rating:

No comments: