test
સોનાની ખરીદી પર આડકતરા નિયંત્રણથી સિહોરની સોની બજારમાં મંદીની અસર

૧ લાખની ખરીદી પર પાનકાર્ડ ફરજીયાત, લગ્નસરામાં શકન સાચવવા જ લોકો સોનાની દુકાને આવશે બાકી રોકાણકારો હવે સોનું ખરીદવામાં રસ નહીં દાખવે

દેવરાજ બુધેલીયા
વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ઉથલ-પાથલના પગલે ફ્રુડ ઓઈલની કિંમતમાં તો વધારો થઈ રહ્યો છે. તેની સાથો-સાથ સોનાની કિંમતમાં પણ તેજી હોઈ સોની બજારોમાં મંદીની અસર વર્તાઈ રહી છે. સોનાની ખરીદી ઉપર આડકતરીએ નિયંત્રણ લાદવા એક લાખ કે તેથી વધુની ખરીદી માટે પાનકાર્ડ ફરજીયાત બનાવાતા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સિહોરમાં પણ સોનાના વેપારીઓ પણ મંદીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાનકાર્ડ ફરજિયાતના નિર્ણયથી ગ્રાહકો ઓછા થઈ જવાની ભીતી વ્યક્ત કરાઈ છે. આ બાબતે વધુ વિગતે જોતા થોડા દિવસો પહેલા અમેરીકા અને ઈરાનની વચ્ચે યુધ્ધની સ્થિતી સોનાના દામમાં ભડકો થયો હતો. એક તોલા સોનાની કિંમત ૪૦ હજારને પાર કરી ગઈ હતી. જોકે હાલમાં સોનાના ભાવમાં આંશિક ઘટાડો થવા પામ્યો છે. પરંતુ સામાન્ય કિંમત કરતા વધુ કિંમત હોવાથી લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. જેના કારણે સમગ્ર દેશ સાથે સિહોરના સોની બજારની માર્કેટને મંદીનું ગ્રહણ લાગ્યું છે. જોકે લગ્નસરાની સીઝન હોવાથી શકન પુરતી થોડી ઘણી ખરીદી લોકો કરી રહ્યા હોઈ સોની બજારના વેપારીઓને પણ ખરીદીમાં તેજી આવશે એવા આશયથી ખુશી છવાઈ હતી પણ કેન્દ્ર સરકારના નિર્ણયથી ફરી મંદી સર્જાવાની સ્થિતી ઉભી થવા પામી છે. મની લોન્ડરીંગ એક્ટ હેઠળ દોઢ વર્ષ અગાઉ સરકારે રૂા. ૨ લાખથી વધુની કિંમતની સોનાની ખરીદી માટે પાનકાર્ડ ફરજીયાત બનાવાતા ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડાની શંકા વ્યક્ત કરાઈ હતી તે વચ્ચે રૂા. ૧ લાખ કે તેથી વધુની કિંમતના સોનાની ખરીદી માટે પાનકાર્ડ ફરજીયાત બનાવાતા સોનું ખરીદીનું પ્રમાણ ઓછું થશે અને શકન સાચવવામાં માનતો એક ચોક્કસ વર્ગ જ લગ્નની સીઝનમાં સોની બજારમાં આવશે. બાકી જરૂરત સમયે કામ આવશે. એવું સમજતા રોકાણકારો સોનું રોકાણ કરવામાં રસ નહિં દાખવે એ સ્વાભાવિક છે. 
Reviewed by ShankhnadNews on 20:40 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.