સિહોરના ટાણા માર્ગને થિંગડા મારવાનું કામ શરૂ, અગ્રણીના આંદોલનની ચીમકીને પગલે તંત્ર થિંગડા મારશે
સુરકાના દરવાજાથી ટાણા જવાનો રસ્તો એકદમ બિસ્માર છે, ક્યાં ક્યાં થિંગડા મારશો, અગ્રણીએ ચીમકી આપી એટલે થિંગડાઓ મારશો પણ થિંગડાઓ ક્યાં સુધી ટકશે તે મોટો સવાલ છે
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના સુરકા દરવાજાથી લીલાપીર-મઢુલી સુધી ટાણા જવાનો રસ્તો એટલી હદે બદતર બન્યો છે કે મોટુ કે નાનુ વાહન ચલાવવું દુષ્કર બન્યું છે. ૨૫ ગામોને સિહોર સાથે જોડતા આ રોડની દયનીય હાલત સુધારવા વ્યાપક માગણી ઉઠવા પામી હતી અને સિહોરના નાનુભાઈ ડાખરા દ્વારા અપાયેલ આંદોલનની ચીમકી બાદ તંત્રએ થિંગડા મારવાની કામગીરી શરૂ કરી છે સુરકાના દરવાાથી લીલાપીર થઇને બજરંગદાસબાપાની મઢુલી સુધીનો રોડમાં ડામર રોડનું નામ નિશાન રહ્યું નથી. આ આખા રોડમાં પાંચથી છ ફૂટના ખાડા પડી જવા પામ્યા છે અને આ રોડ ઉપર થઇને સાગવાડી, કાજાવદર, જાંબાળા, દેવગાણા, અગીયાળી, બોરડી, ટાણા, વરલ, સરકડીયા, બેકડી વિગેરે પચ્ચીસ જેવા ગામોને આવવા જવા માટે ફરજિયાત આ રોડ ઉપરથી જ પસાર થવું પડે છે. આ તમામ ગામનું ખરીદી કે પછી કોઇપણ ખરીદી માટે કે પછી વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે સિહોર કે પછી ભાવનગર જવા આવવા માટે આજ રોડ પરથી પસાર થવું પડે છે અને આ રોડ ચોવિસ કલાક ધમધમતો રહે છે એટલું જ નહીં પરંતુ આ તમામ ગામોના દર્દીઓને પણ આ રોડથી જ એમ્બ્યુલન્સ મારફતે સિહોર દવાખાનાઓમાં સારવાર માટે લાવવામાં આવે છે.
પરંતુ આ રોડ પરથી કોઇપણ વાહનોને પસાર થવુ એ માથાના દુઃખાવા સમાન આ રોડ બની ગયો છે અને એમાય અધુરામાં પુરૂ આ રોડ ઉપર કાયમીક ગટર ગંગા પણ ઉભરાયેલી જ હોવાના કારણે મસમોટા રોડમાં પડેલા ખાડાઓ પણ આ ગંદકીના પાણીથી ભરાયેલા જ કાયમીક રહે છે જેના કારણે આ રોડ પરથી પસાર થતા ટુ વ્હીલરો ઘણી વખત પડતા આથડતા હોય છે અને નાની-મોટી ઇજાઓનો ભોગ પણ બને છે. એટલી હદે આ રોડની અવદશા થઇ જવા પામી હતી થોડા દિવસ પહેલા અગ્રણી નાનુભાઈ દ્વારા ઉચ્સ્તરે લેખિત રજૂઆતો કરીને તાકીદે રોડ બનાવવાની માંગણી કરી હતી બાદમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી આજે તંત્ર દ્વારા સર ગામના પાટિયા પાસે થિંગડાઓ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અહીં સવાલ એ છે રોડની હાલત એક્દમ દયનિય છે રોડનું નામોનિશાન રહ્યું નથી થોગડાઓ પણ કેટલી જગ્યાઓ પર મારવાના અને ક્યાં સુધી ટકશે તે એક મોટો સવાલ ઉભો થયો છે

Reviewed by ShankhnadNews
on
20:09
Rating:

No comments: