test
સિહોરની ઐતિહાસિક વિરાસત સ્મારકો જતનના અભાવે એક દિવસ નામો નિશાન નહિ રહે - જગ્યાઓની હાલત તહસ નહસ

કેન્દ્ર સરકારે ધોળાવિરાને વિકસાવવા બજેટમાં સ્થાન આપ્યું પરંતુ સિહોરના બ્રહ્મકુંડ, સાત શેરી નાના સાહેબ પેશ્વા સહિતની જગ્યાઓ ને વિકસાવવી જરૂરી

જિલ્લાની કમનસીબી  કે કેન્દ્રમાં રાજ્યમાં મોટા મોટા હોદ્દાઓ ઉપર જિલ્લાના નેતાઓ છે છતાં પરિણામ નહિ - બાબત ખૂબ ગંભીર છે

મિલન કુવાડિયા
કેન્દ્ર સરકારે ધોળાવીરા ને વિકસાવવા માટે થઈને બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. હવે ભાવનગર જિલ્લામાં અનેક ઐતિહાસિક સ્થાનો આવેલા છે. સિહોરમાં અનેક ઐતિહાસિક ધરોહર વિકાસ ના નામે નામશેષ થઈ જવાની અણીએ છે. પુરાતન ખાતા દ્વારા ઐતિહાસિક વિરાસતોને પોતાના વહીવટમાં તો મોટા ઉપાડે લઈ લીધી છે પણ જાળવણી ના નામે જોઈએ તો મોટું જબરું મીંડું છે.

સિહોરમાં બ્રહ્મકુંડ, સાતશેરી, નાના સાહેબ પેશ્વાની જગ્યા, મહારાજા સાહેબનો દરબારગઢ, નવનાથ મહાદેવ જેવા અનેક ઐતિહાસિક ધરોહર સિંહપુર ના ઇતિહાસની સાક્ષી પૂરે છે. અદભુત કલા કૃત્ય કરેલી કૃતિઓ જાળવણીના ના અભાવે ધૂળ ધૂળ થઈ રહી છે. હવે જિલ્લા અને શહેરની કમનસીબી પણ કેવી કેન્દ્રીય મંત્રી પાલીતાણાના છે સાથે પ્રદેશ પ્રમુખ અને એક મહિલામંત્રી પણ ભાવનગરના છે પરંતુ કોણ જાણે આવી બધી ધરોહર ધૂળ ધૂળ થઈ જતી કેમ દેખાતી નથી એ તો ભગવાન જાણે.

ચૂંટણી સમયે તો તમે વાયદાઓ ની વણઝાર કરી નાખો છો તો પછી આવી ઐતિહાસિક ભાવનગર ની ઓળખ કહેવાતી ઐતિહાસિક ધરોહરને વિકસાવવા જોઈએ એવું તમને નથી લાગતુ ? બ્રહ્મકુંડ માં તો ગામના આગેવાનોએ ભેગા થઈને હાથો હાથ જાળવણી માટેનું બીડું ઉપાડી લીધું તો પછી તંત્રને શા માટે થઈને પેટમાં દુઃખે છે તે એક મોટો સવાલ છે.
Reviewed by ShankhnadNews on 20:21 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.