સિહોર રાજપરા ખોડિયાર મંદિર ખાતે શનિવારે ખોડિયાર ઉત્સવની ઉજવણી, અનેકવિધ કાર્યક્રમો
સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર રાજપરા ખોડિયાર ખાતે આ વર્ષે પણ ખોડિયાર જયંતિની ઊજવણીનું આયોજન, અનેક નેતાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે
હરેશ પવાર
સિહોર નજીક આવેલ રાજપરા ખોડિયાર મંદિર ખાતે શનિવારના રોજ ખોડિયાર જયંતિની ઉજવણી પ્રસંગે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે રાજપરા ખોડિયાર સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ છે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે અહીં ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવે જેના ભાગરૂપે શનિવારે આયોજન કરાયું છે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિએ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવનગર આયોજીત ખોડિયાર ઉત્સવ તા.૮-૨-૨૦૨૦ ને શનિવારે સાંજે ૬:૩૦ કલાકથી ખોડિયાર મંદિર, પરિસર રાજપરા ખાતે યોજાશેજેમાં ગરબા, રાસ, લોખનૃત્ય,ભકિત સંગીત, ડાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે કાર્યક્રમના ઉદઘાટન અને અધ્યક્ષ તરીકે મહેન્દ્રસિંહ સરવૈયા (ચેરમેન ગુજ.હા.ઉ બોર્ડ) ખાસ ઉપસ્થિત રહેશે.જયારે પ્રેરક ઉપસ્થિત તરીકે ધારાસભ્યો જીતુભાઈ વાધાણી, કનુભાઈ બારૈયા,ભીખાભાઈ બારૈયા, આર.સી.મકવાણા, સાંસદ ડો.ભારતીબેન શિયાળ,જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન બી.મકવાણા સહિતના ઉપસ્થિત રહેશે.જયારે વિશેષ ઉપસ્થિત તરીકે યુવરાજ ભાવનગર સ્ટેટ જયવીરરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે દરેક ધાર્મિક જનતાને પણ જોડાવવા અપીલ કરાઈ છે

Reviewed by ShankhnadNews
on
20:19
Rating:

No comments: