test
આવતીકાલે મુખ્યમંત્રીની વિશેષ હાજરીમાં ચોગઠ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય મહો ઉત્સવ

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિ રહેશે, રાત્રે સંતવાણી ડાયરો-કીર્તિદાન ગઢવી,માયાભાઈ આહીર,જીજ્ઞેશ કવિરાજ સહિતના અનેક નામી અનામી કલાકારો સુર રેલાવશે 

દેવરાજ બુધેલીયા
સિહોરના ચોગઠ ખાતે આવતીકાલે એટલે તા.૧ માર્ચે ને રવિવારે જોગી શ્રી રામબાપુ રાવળદેવની સમાધિ નવ નિર્માણ એવંમ મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન મનુભાઈ સુમરા અને ભરતભાઇ સુમરા તેમજ સમગ્ર સુમરા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંજે ૪.૩૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અતિથિ વિશેષ તરીકે હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારશે. આ સાથે પ્રદેશ પ્રમુખ, કેન્દ્રના તેમજ રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ પણ હાજરી આપશે. 

અહીં યજ્ઞનો પ્રારંભ સવારે ૯.કલાકે કરવામાં આવશે. જ્યારે યજ્ઞમાં બીડું સાંજે ૪ કલાકે હોમવામાં આવશે. અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક અને ધાર્મિક પ્રવૃતિઓમાં કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે અનેક ઉધોગપતિઓ અને સમાજના આગેવાનો પણ હાજર રહીને આ પ્રસંગે માં જોડાશે. વિશેષ અતિથીમાં હિતેનભાઈ કનોડિયા ધારાસભ્ય અને ફિલ્મ અભિનેતા તેમજ શ્રી ઈશ્વરભાઈ સમીકર હાજર રહેશે. અહીં મૂર્તિ પ્રીતિષ્ઠા નિમિતે સંતવાણી ડાયરા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં સંતવાણીમાં કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, લોક ગાયક જીજ્ઞેશ કવિરાજ, નાજાભાઈ આહીર, પોપટભાઈ માલધારી, કાળુભાઇ ચૌહાણ સહિતના અનેક નામી અનામી કલાકારો રાતે સંતવાણી નો રંગ જમાવશે. આ સાથે કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી સાહેબની હાજરીમાં ડાક ડમરુ દ્વારા આરતી કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં રાવળ દેવ જોડાઈને ડાક ની જમાવટ કરશે.
Reviewed by ShankhnadNews on 20:08 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.