test
સિહોર નેસડા ની પરણિત પીડિતાને પતિએ માર મારતા 181 અભ્યમ ટિમ પહોંચી 

હરેશ પવાર
સિહોરના નેસડા ગામની પરણિત પીડિતા ઉપર તેના સાસરિયા અને પતિ દ્વારા પિયર જવાની બાબતે રકઝક થતા પતિ દ્વારા પરણિત પીડિતા ને માર મારવામાં આવતો હોવાની વાત પીડિતા દ્વારા તેના પિયર માં જાણ કરાતા તેના પિયરમાંથી પીડિતા ના ભાઈ અને માતા તેની દીકરી ને તેડવા આવી પહોંચ્યા હતા. તે દરમિયાન પિયર વાળા સાથે પણ પીડિતાના પતિ અને સાસરિયા પક્ષ દ્વારા નબળો આવકાર આપવામાં આવ્યો હતો. જેને લઈને પીડિતાના ભાઈ દ્વારા સિહોર 181 અભ્યમ ટીમને ફોન કરતા ટિમ નેસડા આવી પહોંચી હતી. અભ્યમ ના કાઉન્સેલર શિલ્પા પરમાર દ્વારા પીડિતાના સાસરિયા પક્ષને સલાહ સુચન અને માર્ગદર્શન દ્વારા કાયદાની માહિતી આપીને સમજાવીને સમાધાન કરીને પતિએ તેની પત્નીને પિયરમાં જવાની છૂટ આપીને પિયરમાં મોકલી દેવામાં આવી હતી. પીડિતા ઉપર થતા અત્યાચાર ને રોકવા માટે સિહોર 181 અભ્યમ ટીમના શિલ્પાબહેન પરમાર, કોન્સ્ટેબલ દિવ્યાબહેન તેંમજ પાઇલોટ પ્રકાશભાઈ એ પ્રશંસનીય કામગીરી કરી હતી.
Reviewed by ShankhnadNews on 19:58 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.