સિહોરમાં મોડાસાના સાયરા ગામની ૧૯ વર્ષીય યુવતી કાજલના હત્યારાઓને ફાંસી આપો - લખાણો વાળી પતંગો આકાશમાં ઉડી
હરિશ પવાર
સમગ્ર રાજ્ય સાથે સિહોરમાં ગઈકાલે ઉત્તરાયણના વહેલી સવારથી જ ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ હતી ગઈકાલે પતંગોમાં એક નવો ટ્રેડ શરૂ થયો હતો CAA અને NCR વિરોધ કે સમર્થન આપતી લખેલી પતંગો સ્થાનિક થી લઈ રાજ્ય કક્ષાઓ આકાશમાં ઉડી હતી પરંતુ ગઈકાલે સિહોરમાં કાજલના હત્યારાઓને ફાંસી આપોના લખાણ પતંગોમાં લખીને દલિત અધિકાર મંચે ૧૯ વર્ષીય કાજલના હત્યારા આરોપીને ફાંસી આપવાની માંગ કરી હતી અને જે લખાણો લખીને પતંગો ઉડાવી હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મોડાસાના સાયરા ગામની 19 વર્ષીય યુવતી કે જે ગુમ હતી થઈ હતી.
તેની લાશ થોડા દિવસ બાદ ઝાડ પર લટકતી મળી હતી. જે બાદ આ મામલે યુવતીના માતા પિતા અને સમાજના લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને બળાત્કાર સહિતની કલમો ન ઉમેરાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને ત્યાર બાદ બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધાયો હતો જ્યારે કાજલના સમર્થનમાં ઉત્તરાયણના દિવસે ભાવનગર દલિત અધિકાર મંચે હત્યારાઓને ફાંસીએ લટકાવવામાં ની માંગ કરી હતી

Reviewed by ShankhnadNews
on
20:20
Rating:

No comments: