test
સિહોર કનાડ ગામે ઉત્તરાયણ પર્વે પિતાનું ઢીમ ઢાળી દેનાર કપુત પુત્ર પોલીસની હીરાસતમાં

પિતાને મારી નાખનાર પુત્ર પર સમગ્ર પંથકમાં ફિટકાર, જન્મદાતા ને જ મોતને ઘાટ ઉતારી દેતા કાળજુંય ના કંપ્યુ રે કપૂત,  બનાવને લઈ ભારે અરેરાટી વ્યાપી છે

હરેશ પવાર
કળિયુગ એ ખરેખર હદો વટાવી નાખી છે. નજર સામે એવી ઘટનાઓ આવા લાગી છે જે જોઈને એમ થાય કે આ માણસ કેટલી હદે નીચે ઉતરી જાય છે. જનાવર પણ આવા કૃત્ય કરે નહિ અને માણસ હવે જનાવર થી પણ નીચે ઉતરી ગયો છે. સિહોરના કનાડ ગામે ઉત્તરાયણ ના દિવસે ચડતા લોહીના પુત્ર અને પિતા વચ્ચે સામાન્ય બોલાચાલી માં કપૂત જેવા પુત્ર ઉપર શેતાન હાવી થઈ ગયો હોય તેમ પોતાના જન્મદાતા પિતા ઉપર ધોકો લઈને તૂટી પડ્યો અને લોહીલુહાણ કરી નાખ્યા. પિતાને સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા. હવે આ યુવાન ને એક ઘડી એ વિચાર નહિ આવ્યો હોય કે જેને આવડો મોટો કર્યો, આજ દિવસ સુધી અડીખમ ઝાડની માફક એના છાયા હેઠે રાખીને મોટા કર્યા છે એવા પિતા ઉપર હું ખૂની હુમલો કેમ કરું ? વિચારી ને પણ આપણું કાળજું કાપી ઉઠે તો એ યુવાનનો જીવ કેમ હાલ્યો હશે આવું નીચ કૃત્ય કરતા. એક ઘર તો ડાકણ એ છોડે એ કહેવત પણ અહીં આ કપુતે ખોટી પાડી દીધી આજે. સમાજમાં આમ જોઈએ તો કળિયુગ ભરડો લઈ જ રહયો છે એ ખરેખર દેખાય છે. જે આંખોમાં પિતા માટે માન સન્માન હોવું જોઈએ, વડીલોની મર્યાદા એ બધું તો ક્યાં પાતાળ માં વયુ ગયું છે એ ખબર જ નથી પડતી. બાળકને જન્મે ત્યારથી સારા સંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે સાથે જ તેની યુવાન વયે તેનું યોગ્ય માર્ગદર્શન પણ હવે જરૂરી થઈ ગયું છે. આ ઘટનાથી સમાજમાં એક ટકોર થવી જરૂરી છે. એ ઘર હોય શાળા હોય કે કોલેજ પણ વડીલો માટે આદર સન્માન ના પાઠ હવેની પેઢીને ભણાવી ને સમજાવવા ખૂબ જ એટલે ખૂબ જરૂરી છે.
Reviewed by ShankhnadNews on 21:02 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.