test
ગાંધીનગરમાં પડતર માંગણીઓના મુદ્દે ધરણામાં સિહોર તાલુકાના ૫૦ થી વધુ શિક્ષકો જોડાયા

જુની પેન્શન યોજના ઉચ્ચત્તર પગારધોરણ સહિતની ૧૧ પડતર માંગોને લઈ આજે રાજયકક્ષાના ધરણા કાર્યક્રમમાં સિહોરના શિક્ષકો જોડાયા

દેવરાજ બુધેલીયા
પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોને લઈ શિક્ષકોમાં સરકાર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં પણ આ મુદ્દે ભારે નારાજગી ઘણા સમયથી જોવા મળી રહી હતી અગાઉ પણ સિહોર સાથે રાજ્યમાં આવેદન કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા આજે સોમવારે ગાંધીનગર પાટનગરમાં ધરણા કાર્યક્રમ દ્વારા સરકારની શિક્ષકો વિરોધી નીતિનો ભારે વિરોધ નોંધાવ્યો છે આ કાર્યક્રમમાં સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ૫૦ થી વધુ શિક્ષકો પણ ભાગ લીધો હતો રાજ્યમાં સરકાર દ્વારા પેન્શન સ્કીમ બંધ કરાવાતા શિક્ષકોને નિવૃતિ સમયે ભારે તકલીફોનો સામનો કરવાની નોબત આવી શકે છે ત્યારે આ મુદ્દે તેમજ ઉચ્ચતર પગારધોરણમાં ૪૨૦૦ ગ્રેડ પે ચાલુ રાખવો, સીસીસીની પરીક્ષા મુદત વધારવી, સાતમા પગાર પંચના ભથ્થા જાહેર કરવા, એચટાટમાં વધના નિયમોમાં ફેરફાર તથા શિક્ષકોને અપાતી બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્ત કરવા સહિત મુદ્દે પ્રાથમિક શિક્ષકોમાં ભારે માંગ ઉઠી છે.

 ત્યારે સિહોર તાલુકામાં પણ આ પ્રશ્નોને લઈ શિક્ષકોમાં માંગણી કરવામાં આવી છે ત્યારે આજે સોમવારે ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષકો દ્વારા ધરણાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષકો ધરણામાં જોડાયા હતા આ મામલે સિહોર તાલુકા શિક્ષક સંઘે પણ સરકાર દ્વારા જુની પેન્શન સ્કીમ ચાલુ કરે, સીસીસીની પરીક્ષા મુદત વધારવી, સાતમા પગાર પંચના ભથ્થા જાહેર કરવા, પ્રથમ ઉચ્ચતર પગારધોરણમાં ૪૨૦૦  ગ્રેડ પે ચાલુ રાખવો સહિત પ્રશ્નોને લઈ સિહોર પ્રાથમિક શિક્ષક સંઘે પણ ગાંધીનગર ખાતે આજે સોમવારે યોજાયેલ ધરણા કાર્યક્રમને ટેકો આપ્યો હતો આ ધરણા કાર્યક્રમમાં સિહોર તાલુકાના ૫૦ થી વધુ પ્રાથમિક શિક્ષકો જોડાયા હતા
Reviewed by ShankhnadNews on 19:41 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.