સિહોર નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ફિલ્ડર પ્લાન્ટની દશા એકવાર સમય કાઢીને જોઈ આવો
આજે વિપક્ષના સભ્ય કિરણભાઈ ઘેલડા મુકેશ જાની ઇકબાલ સૈયદ સહિત નગરસેવકોએ મુલાકાત લીધી, ફિલ્ટર પ્લાન્ટની કરૂણ અને દયનિય સ્થિતિ, અહીં ખૂબ ગંભીર દશા ઉભી થઇ છે..જવાબદાર અધિકારી સાહેબો એકાદ ડોકુંયું અહીં કરી આવો સ્થિતિનો ખ્યાલ આવી જશે
તસ્વીર બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા વહીવટની એટલી હાલત કથળી ગઈ છે કે સ્થિતિ અને હાલતનું ક્યાં શબ્દોમાં વર્ણન કરવું તે સમજ બહાર છે ભલે ગમે તેટલા વિકાસના બણગાઓ મારીએ પણ શહેરની જનતા આજે પણ દૂષિત પાણી પીવા મજબૂર છે તે કડવી વાસ્તકવીકતા છે કરોડોના ખર્ચે ફિલ્ટર બનાવવામાં આવ્યો છે છતાં એક પણ વખત ફિલ્ટર પ્લાન્ટને ઉદઘાટન પછી શરૂ કરવામાં આવ્યો નથી તે એક મોટી કરુણતા સાથે લોકોની કમનસીબી છે આજે સવારે સિહોર નગરપાલિકાના વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા મુકેશ જાની ઇકબાલ સૈયદ સહિતના નગરસેવકોએ મુલાકાત લીધી ત્યારે અહીં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ફિલ્ટર પ્લાન્ટ અને તે જગ્યાની દશા બેદશાઓ - હાલબેહાલ કરી દેવાયા છે અહીં ફિલ્ટર પ્લાન્ટ ખાતે કોન્ટ્રાક્ટરો જમાઈ હોઈ તે રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે ફિલ્ટર પ્લાન્ટની લેબોરેટરી વિભાગના રૂમોમાં ખાટલાઓ પાથરી દેવાયા છે ગોદડાઓ ગાદલા અને કપડાઓના થપ્પાઓ અહીં ખડકી દેવાયા છે જ્યાં અને ત્યાં પાનની માવાની પિચકારીઓએ દિવાલોનું નામો નિશાન નાખી દેવાયું છે
એલ્યુમિનિયમ દરવાજાઓના કાચ ભાંગીને ભૂકો કરી દેવાયા છે મેઈન પાઇપ રૂમમાં મજૂરો માટે પ્લાસ્ટિકના કપડાઓ બાંધીને તંબુઓ જેમ ખોલીઓ ઉભી કરવામાં આવી છે કન્ટ્રક્શન તૂટવા લાગ્યું છે ઉપર દિવાલથી ગાબડાઓ પડવા લાગ્યા છે ફિલ્ટર પ્લાન્ટમાં ચારે બાજુ બાવળ અને ઝાડીઓ ઊગી નીકળી છે પ્લાન્ટના રૂમોમાં રહેવા માટે ખોલીઓ ઉભી કરી દેવાઈ છે જાણે અહીં અસામાજિક પ્રવૃતિઓનો અડ્ડો હોઈ તેવું રીતે અહીંની સ્થિતિ નિર્માણ થઈ છે અગાઉ અહીં ફિલ્ટર પ્લાન્ટ બન્યો ત્યારથી કોંગ્રેસ વિરોધ કરતું આવ્યું છે જે તે ઉદઘાટન સમયે પણ કોંગ્રેસ દ્વારા કાળા વાવટાઓ ફરકાવીને ફિલ્ટર પ્લાન્ટનો વિરોધ કર્યો હતો અને ફિલ્ટર પ્લાન્ટ શરૂ નહીં થાય તે માટે તે સમયે કોંગ્રેસ મેદાનમાં આવી હતી ત્યારે કોંગ્રેસનો વિરોધ આજે સત્યના કઠોડામાં જઈને ઉભો છે તે જાહેરમાં સ્વીકારવું પડે નગરપાલિકાએ શહેરીજનોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે સરકારના કરોડો રૂપિયાનું આંધણ તો કરી નાખ્યું અને તેમાંથી ફિલ્ટર પ્લાન્ટ પણ બનાવ્યો,પરંતુ આજે આ ફિલ્ટર પ્લાન્ટ ફકત શોભાનાં ગાંઠિયા સમાન છે ત્યારે જવાબદારોએ પણ એકાદ ડોકિયું કરીને સ્થિતિનો તાગ મેળવવાની આવશ્યકતા છે કારણકે અહીં પ્રજાના કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ જે આજથી સ્થિતિ છે તે કમનસીબી અને ગંભીર છે..
આઠ વર્ષ પહેલાં કોંગ્રેસે કાળાએ વાવટાઓ ફરકાવીને ફિલ્ટર પ્લાન્ટ લીકેજ છે કોઈ પણ સંજોગે શરૂ નહીં થાય એવું કહ્યું હતું..આજે આઠ વર્ષ પછી કોંગ્રેસ સત્યના કઠોડામાં ઉભી છે
સલીમ બરફવાળા
મને બરાબર યાદ છે ૨૬ મી જાન્યુઆરી ૨૦૧૨ નો દિવસ સિહોર માટે એક આશાઓ સાથે ઉગ્યો હતો સૂરજનું પહેલુ કિરણ ફૂટે ન ફૂટે ત્યાં શંખનાદ કાર્યાલયથી ફિલ્ટર પ્લાન્ટ ઓપનિંગના કવરેજ માટેની જવાબદારી મારા વહને મુકવામાં આવી એક તરફ ધારાસભ્યના હસ્તે ફિલ્ટર પ્લાન્ટનું ઓપનિંગ રાખવામાં આવ્યું હતું અને ફિલ્ટર પ્લાન્ટ ગ્રાઉન્ડમાં મંડપો નાખીને સમારોહનું આયોજન કરાયું હતું મને બરાબર યાદ છે કે ફિલ્ટર પ્લાન્ટને પ્રથમ વખત ભરવામાં આવ્યો હતો જોકે નીચેથી પાણી જતું રહેતું હોવાથી કોંગ્રેસે તે વખતે બરાબરની ધમાચકટી કરીને સખત વિરોધ કર્યો હતો તે વખતે સત્તા સ્થાને બેઠેલા લોકો કોંગ્રેસના વિરોધને પાયા વિહોળા ગણાવતી હતી એક તરફ ઉદઘાટન કેશુભાઈ નાકરાણીના હસ્તે નાળિએર નાખીને ફિલ્ટર પ્લાન ખુલ્લો મુકવાનો કાર્યક્રમ અને બીજી તરફ સુરકાના દરવાજા વિસ્તારમાં કોંગ્રેસ કાળા વાવટા લઈને વિરોધ કરવા મેદાને આવે એ પહેલાં કોંગ્રેસના મોભી સ્વ નવલસંગભાઈ ઘેલડા, ધીરુભાઈ ચૌહાણ, મુકેશ જાની, મિલન કુવાડિયા, વિજય આલ, કિશન સોલંકી બધાભાઈ બાજક, હનીફ રાંધનપરા સહિતના ત્રીસેક જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી મૂળ કેવાનો હેતુ એ છે કે આજથી આઠ વર્ષ પહેલાં કોંગ્રેસ વિરોધ કરતી હતી ફિલ્ટર પ્લાન્ટમાં ભષ્ટાચાર થયો છે લીકેજ છે તેવી બુમરાણ કરતી હતી અને બીજી તરફ સત્તામાં બેઠેલા લોકો કોંગ્રેસ પાયા વિહોળો વિરોધ કરે છે તેવુ કહેતા હતા પરંતુ આજે આઠ વર્ષ પછી પણ કોંગ્રેસનો વિરોધ અને એમની આઠ વર્ષ પહેલાંની વાત સત્યના કઠોડે જઈને ઉભી છે તે વાસ્તવિકતા છે અને લોકોએ પણ સમજવાની જરૂરું છે

Reviewed by ShankhnadNews
on
20:23
Rating:

No comments: