test
આવતીકાલે રવિવારે ભાવનગરમાં વીર માંધાતાની જંયતિ નિમિતે કોળી સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળશે

કાર્યક્રમમાં કુંવરજીભાઈ બાવળીયા, પરષોત્તમભાઈ સોલંકી, ભારતીબેન શિયાળ, સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહેશે

શંખનાદ કાર્યાલય
ભાવનગર જિલ્લાના વિશાળ કોળી સમાજના આદર્શ અને ઇષ્ટદેવ સમ્રાટ વીર માંધાતાની જન્મ જયંતિ નિમિત્તે આવતીકાલે ભાવનગર શહેરમાં તા.૧૯ ના રવિવારના વિશાળ શોભાયાત્રા નિકળશે શોભાયાત્રા સમ્રાટ વીર માંધાતાના શણગારેલા રથ સાથે ફુલસર મુકામેથી સવારે ૮ કલાકે પ્રસ્થાન થશે જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા હસ્તે કરાશે આવતીકાલે રવિવારે નિકળનારી શોભાયાત્રામાં ભાવનગર સહિત જિલ્લા અને ગુજરાત સાથે દેશના અલગ અલગ આઠ રાજ્યોના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે શહેરના મુખ્ય માર્ગો – ચિત્રા, સવાઇનગર, વડલા, શાસ્ત્રીનગર, વિઠ્ઠલવાડી, ચાવડીગેટ, પાનવાડી ચોક, જશોનથ સર્કલ, ઘોઘાગેટ, ખારગેટ, વૈશાલી સિનેમા, વાલ્કેટગેટ, ટેકરીચોક, પ્રભુદાસ તળાવ, નવાબંદર રોડ, દીપકચોક, સુભાષનગર, શિવાજી સર્કલ, સરદારનગર, લીંબડીયુ, રબ્બર ફેક્ટરી, જવાહર મેદાનમાં સમાપન થશે રેલીમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રેલીનું ઉદઘાટન કરશે મુખ્ય મહેમાન તરીકે પરષોત્તમભાઈ સોલંકી, ભારતીબેન શિયાળ, ચંદ્રવંદનભાઈ પીઠાવાલા, શંકરભાઈ વેગડ, ભુપતભાઈ ડાભી, અશોકભાઈ બારૈયા, કાળુભાઈ ડાભી, આંનદભાઈ ડાભી, પ્રવીણભાઈ રાઠોડ, મનુભાઈ ચાવડા સહિતના આગેવાન અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે શોભાયાત્રાના સમાપન બાદ જવાહર મેદાનમાં સમાજના હજારો યુવાનો વ્યસનોથી દુર રહેવાના સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શપથ લેશે. શોભાયાત્રામાં આકર્ષક ફલોટસના માધ્યમથી વ્યસન મુક્તિ, શિક્ષણ પ્રત્યેની જાગરૃકતા, અંધશ્રધ્ધા, કુરીવાજો અને આત્મહત્યાની નાબુદી, બેટી બચાવો, સ્વચ્છતા વિગેરે અંગેના સામાજિક સંદેશાઓ અસરકારક રીતે રજુ કરવામાં આવશે. શોભાયાત્રાને સફળ વીર સમ્રાટ માંધાતા કોળી સંગઠન અધ્યક્ષ રાજુભાઇ સોલંકી તથા તેની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.
Reviewed by ShankhnadNews on 19:41 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.