test
સિહોર ૧૮૧ હેલ્પલાઇન ટીમે પીડિત મહિલાને સાસરિયાઓ પાસેથી ત્રણ માસનું બાળક અપાવી દીધું

સિહોર ૧૮૧ ટીમની કામગીરી બિરદાવવી પડે, અનેક કેસોમાં પોઝિટિવતા દાખવીને સમાધાનના માર્ગે અનેક પરિવારના સંસારો ઉઝડતા બચ્યા છે

હરીશ પવાર
સિહોર મહિલા ૧૮૧ હેલ્પલાઇન ટીમે પીડિત મહિલાનું ત્રણ માસનું બાળક સાસરિયા પક્ષ પાસેથી પરત અપાવીને ફરજની ઉત્તમ કામગીરી દાખવી છે મહિલા હેલ્પલાઇન કામગીરી આમતો ખૂબ પડકારજનક છે કારણે તેમાં મહિલાઓ સાથે થતી હિંસા, શારીરિક જાતીય સતામણી, ઉપરાંત લગ્નજીવન સંબંધોમાં વિખવાદો, છેડતી, બાળ જન્મને લગતી બાબતો સહિતના અનેક કેસો આ હેલ્પલાઇન સુધી આવતા હોઈ છે જેમાં અમુક ફિલ્મી કહાનીઓ રૂપી બનતી ઘટનાઓના સોલ્યુશન માટે ૧૮૧ ટિમ માટે પડકારો સાથે ચેલેન્જ ઉભી થતી હોય છે પરંતુ સિહોર ૧૮૧ ટીમના કાઉન્સિલર શિલ્પા પરમાર, પાઇલોટ, રામભાઈ, કોન્ટેબલ દિવ્યાબેન સહિત સ્ટાફે અનેક કેસોમાં સમાધાન માર્ગો કાઢીને પોઝિટિવ વલણો દાખવીને અનેક પરિવારના સંસારો ઉઝડતા બચાવ્યા છે ગઈકાલે હાથસણી ગામની પીડિત મહિલાએ ૧૮૧ ટીમને જાણ કરી અને પોતાની મુશ્કેલીઓ વર્ણવી અને બાબતે સિહોર ૧૮૧ ટીમને પીડિત મહિલાનો કેસ સોંપવામાં આવ્યો પીડિત મહિનાની મુશ્કેલી એ હતી કે તેમના સાસરિયા તેમનું ત્રણ માસનું બાળક લઈ ગયા હતા તે પરત ન હતા આપતા અને પીડિત મહિલાને એમના પતિએ ગાંધીનગર સુધી દોડી લેવા કહ્યું હતું ૧૮૧ ટીમે પીડિત મહિલાની તમામ સમસ્યાઓ જાણીને સાસરિયા પક્ષના સભ્યો અને આગેવાનો સાથે ૧૮૧ ટીમે બેઠક કરીને કલાકો સુધી ચાલેલી સમાધાન રૂપી બેઠકમાં આખરે ખોરંભે પડેલું એક પરિવારનું લગ્નજીવન પુન સ્થાપિત કરીને સમાધાનનો માર્ગ કાઢીને પીડિત મહિલાને પોતાનું ત્રણ માસનું બાળક પણ પરત અપાવી દીધું અને ત્રણ માસ સુધી પિયરમાં આરામ કરી ફરી સાસરિયામાં જવા સુધીનું ૧૮૧ ટીમે સમાધાન કરાવી આપીને વધુ એક પરિવાર ઉઝડતા બચાવી લીધો છે
Reviewed by ShankhnadNews on 19:47 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.