test
સિહોરના ટાણા રોડને લઈ હવે આંદોલનના એંધાણ, કોંગી આગેવાને ૧૫ દિવસની ચેતવણી આપી

સુરકાના દરવાજાથી લીલાપીર વિસ્તાર પૂરો થાય ત્યાં સુધીનો બિસ્માર બનેલો રોડ કોણે બનાવવા નો નગરપાલિકાએ કે રોડ વિભાગે..આવતા દિવસ ૧૫ માં સ્પષ્ટતા કરો..નહિ તો ઉગ્ર આંદોલન

શંખનાદ કાર્યાલય
સિહોરના ટાણા રોડને લઈ પ્રજા સાથે હવે પ્રજાના માણસ અને તંત્રને રજૂઆતો કરનારા આગેવાનો થાક્યા છે બે દિવસ પહેલા જ શંખનાદના માધ્યમથી મહિલા સાંસદ શ્રીમતી ભારતીબેનને રોડ બાબતે એક નાનકડા પત્ર દ્વારા રજુઆત કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે લોકોની વાત સાંસદના કાન સુધી પોહચી ન હોવાનું સ્પષ્ટ જણાઈ છે ત્યારે જિલ્લા કોંગ્રેસના આગેવાન નાનુભાઈ ડાખરા દ્વારા રોડ બાબતે રજુઆત કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

સિહોર ટાણા રોડ પર સાગવાડી, કાજાવદર, જાંબાળા અને બોરડી સહીતના ગામો આવેલા છે. ઉપરાંત ખારી, મઢડા, કનાડ, સર, દેવગાણા જવા માટે પણ આ જ માર્ગ લાગુ પડે છે. તળાજા કે મહુવા સહિતના શહેરોમાં જવા માટે પણ આ જ માર્ગ છે. આ રોડ પર હવે ઉધોગો પણ વિકસવા લાગ્યા છે. આ રોડ છે તો ડબલપટ્ટી,પણ અત્યારે સાવ બિસ્માર બની ગયો છે ૪૦ થી વધુ ગામોને જોડતો આ માર્ગ આટલો બિસ્માર હોય એનાથી વિશેષ આ વિસ્તારના રહીશોની બીજી કઇ મોટી કરુણતા હોઇ શકે ? આ રોડ પરથી આખા દિવસ દરમ્યાન બેશુમાર માત્રામાં વાહનો પસાર થાય છે.
હાલમાં આ રોડ પર અનેક જગ્યાએ મોટા-મોટા ખાડા પડી ગયા છે.અને આ રોડ પરથી પસાર થનારને ઊંટ સવારીનો અનુભવ થતો હોય એવું લાગે છે ત્યારે હવે આ બાબતે કોંગ્રેસના અગ્રણી નાનુભાઈ ડાખરા મેદાને પડ્યા છે અને સુરકાના દરવાજાથી લીલાપીર વિસ્તાર પૂરો થાય ત્યાં સુધીનો બિસ્માર બનેલો રોડ કોણે બનાવવાનો નગરપાલિકાએ કે રોડ વિભાગેએ સ્પષ્ટતા કરવાની રજુઆત નાનુંભાઈ કરી છે પત્ર પાઠવ્યા પછી આવતા ૧૫ દિવસમાં કોઈ ઉકેલ નહિ તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ અગ્રણીએ ઉચ્ચારી છે.
Reviewed by ShankhnadNews on 21:24 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.