test
થર્ટી ફર્સ્ટને લઈ સિહોર પોલીસનો એક્શન પ્લાન તૈયાર

વાહન ચેકિંગ, પેટ્રોલીંગ માટે જુદી જુદી ટીમો મેદાને પશ્વિમી સંસ્કૃતિ તળે ઉજવણી કરતા તત્વો સામે પોલીસની લાલ આંખ, સિહોર પોલીસ એક્શન અને એલર્ટ મોડમાં

હરીશ પવાર
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ સિહોર પોલીસ સતર્ક બની છે દારૂ પી વાહન હંકારશો તો ખેર નથી, કેમ કે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં આવારાવૃતિ ધરાવતા તત્વોને પકડી પાડવા સિહોર પોલીસે ખાસ એકશન પ્લાન ઘડી કાઢ્યો છે અને જુદી જુદી ટીમો બનાવીને વાહન ચેકિંગ, પેટ્રોલીંગ સહિતની કામગીરી કરાઈ રહી છે  સિહોર પોલીસના અધિકારી પીઆઇના સીધા માર્ગદર્શન હેઠળ થર્ટી ફસ્ટ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા કેટલાક વર્ષોથી થર્ટી ફર્સ્ટની ઉજવણી પશ્વિમી સંસ્કૃતિની અસર હેઠળ કરવામાં આવે છે.

આજના યુવાનો દારૃની પાર્ટીઓ યોજીને ધમાલ કરીને નવા વર્ષને આવકારતા હોય છે જે ખરેખર આપણી સંસ્કૃતિને છાજે તેવુ નથી તેમ છતા થોડા ઘણા વર્ષોથી આ રીતે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવતી રહી છે. હોટલ-રેસ્ટોરેન્ટ, ફાર્મ હાઉસમાં દારૃની પાર્ટીઓ યોજવી અને દારૃ પી ને વાહન હંકારવાની બાબતો સામે પોલીસ પણ કડક સતર્ક બની છે અને દર વર્ષે ખાસ ટીમો બનાવીને પેટ્રોલીંગ કરવામાં આવે છે ત્યારે, થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સિહોર પોલીસ દ્વારા સમગ્ર એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે.

આ ટીમો દ્વારા વાહન ચેકિંગ ઉપરાંત પેટ્રોલીંગ પણ કરી રહી છે. ખાસ તો દારૃ પીધેલો છે કે કેમ તે ચકાસવા માટે બ્રીથ એનેલાઈનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. જો કોઈ દારૃ પીધેલા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. પોલીસ દ્વારા હોટલ, ફાર્મ હાઉસમાં ચેકિંગ કરી રહી છે અને સિંહોર પોલીસ અધિકારી અને અલગ અલગ ટિમો સ્ટાફ દ્વારા દિવસ રાત કામગીરી કરી રહી છે
Reviewed by ShankhnadNews on 21:25 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.