સંવિધાન દિવસની ઉજવણીમાં સિંહોરમાં આવેલી ર્ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા વિસરાઈ
ભાજપના સત્તાધીશો કે કોંગ્રેસ..કોઈ પાસે બાબા સાહેબને ફૂલહાર કરીને યાદ કરવાનો સમય ન રહ્યો..મતો લેવાના સમયે બાબા સાહેબ યાદ આવતા હોવાનું લોકોમાં ગણ-ગણાટ
દેવરાજ બુધેલીયા
દેશના બંધારણ ઘડવામાં ર્ડો.બાબા સાહેબ આંબેડકરનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે એકબાજુ ભારત સરકાર દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવા માટે હાકલ કરવામાં આવી છે બંધારણીય દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સંયુક્ત બેઠકનું સંબોધન કરી બંધારણની મજબૂતીના કારણે જ એક ભારત, શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ તેવું જણાવ્યું હતું બીજીબાજુ સિહોર શહેરમાં સ્થાપિત ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સ્થાનિક બન્ને મોટા ભાજપ કોંગ્રેસના પક્ષો અને અધિકારી કે પદાધિકારીને મુલાકાત લેવાનું ટાળતા જાણે ર્ડો.બાબા સાહેબ આંબેડકરને ચૂંટણી ટાળે મતો લેવાના સમયે જ સ્વાર્થ પુરતા જ યાદ કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો હતો. કોઈ પણ રાજકીય પક્ષ એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ ર્ડો. બાબાસાહેબ આંબેડકરના નામનો ફક્ત વોટ બેંક માટે જ ઉપયોગ કરતા હોય તેવો ગણગણાટ લોકોમાં જોવા મળી રહ્યો છે શહેરમાં આંબેડકર ચોક વિસ્તારમાં આવેલી ર્ડો.બાબા સાહેબની પ્રતિમા સંવિધાન દિવસની ઉજવણીમાં વિસરાઈ હતી નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો, કે કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો, હોદ્દેદારો આજે સંવિધાન દિવસે ન ડોકાતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને રાજકીય બુદ્ધિજીવી વર્ગમાં ગણગણાટ શરૂ થયો છે

Reviewed by ShankhnadNews
on
20:32
Rating:

No comments: