test
સિહોરના પ્રાંત અધિકારી અને ટિમ દ્વારા શાળાઓમાં બાળકોને અપાતા ભોજનનું સરપ્રાઈઝ ચેકીંગ

શહેરની વિવિધ શાળાઓમાં અધિકારીશ્રી ગોકલાણી અને ટિમ પોહચી, સ્કૂલોમાં બાળકોને અપાતા ભોજનનું ચેકીંગ હાથ ધરીને સંચાલકોને પૂછતાછ

હરીશ પવાર
સરકાર દ્વારા આંગણવાડીના બાળકો તેમજ પ્રાથમિક સ્કૂલોમાં મઘ્યાન ભોજન અપાતું હોઈ છે જેમાં સંચાલકોની બેદરકારીને કારણે ઘણી વખત ગેરરીતિઓ સામે આવતી હોઈ છે  જ્યારે સિહોરના નાયબ કલેકટર શ્રી ગોકલાણી અને ટિમ દ્વારા પોતે શહેરની વિવિધ સ્કૂલોની અચાનક મુલાકાત લઈને ખાસ કરીને સરકાર દ્વારા બાળકોને અપાતું ભોજનનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું છે રાજ્ય અને દેશમાં આજે પણ કેટલાક અધિકારી પોતાની ફરજ પરની કામગીરીથી ઓળખાઈ છે જેમાંના એક અધિકારીશ્રી ગોકલાણી પણ છે એમની કામ કરવાની પદ્ધતિ કર્મચારીથી માંડી અરજદારોઓના દિલ જીતી લેનારી છે શહેરમાં નાનામાં નાની સમસ્યા કે તકલીફ હોય તો હલ કરવાની જેતે તંત્ર વિભાગને તાકીદ કરીને સૂચનાઓ આપે છે શહેર માટે સતત કાર્યશીલ અધિકારીશ્રી ગોકલાણી શહેરના સ્લમ જુના સિહોર વિસ્તારમાં અચાનક પોહચી જ્યાં આવેલ શાળાઓમાં બાળકો માટે બનાવાતી રસોઈની ચેકીંગ હાથ ધરી તેમજ રસોડામાં થતી રસોઈ કામમાં સ્વચ્છતા બાળકોને જમાડવામાં આવતી વાનગી સહિત ઝીણવટ ભરી બાબતોની ચેકીંગ કરીને સંચાલકોને પૂછપરછ હાથ ધરીને બાળકો માટે બનાવેલ ભોજનની ખરાઈ કરી હતી અને બીજી તરફ અધિકારીશ્રી ગોકલાણી અને ટિમ દ્વારા શહેરની વિવિધ સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકીંગથી ફફડાટ વ્યાપ્યો છે.
Reviewed by ShankhnadNews on 20:30 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.